- યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવક ઝડપાયો
- યુવતી સાથે મિત્રતા કરવા માટે ફોટા કર્યા હતા વાયરલ
- પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ શરૂ કરી
સુરતઃ શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા તેણીની બહેન અને મિત્રને સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા ઇસમે મોકલ્યાં હતા. આ અંગે યુવતીને જાણ થઇ હતી. જેથી તેણીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને આખરે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલો આરોપી કોલેજમાં કરે છે અભ્યાસ
પોલીસ તપાસમાં આરોપી અન્ય કોઈ નહિ પરંતુ યુવતીની બહેનનો મિત્ર નીકળ્યો હતો. આરોપીનું નામ સ્મિત જીતુ અધેરા છે અને તે વરાછા વિસ્તારમાં રહે છે. પૂછપરછમાં સ્મિતે જણાવ્યું કે, મોર્ફ ફોટો તેને મોકલીશ એટલે તે મારી પાસે આવશે અને હું તેને ડિલીટ કરી દઈશ. જેથી યુવતીની નાની બહેન સાથે મિત્રતા કેળવાય. સ્મિતે મોર્ફ કરેલા યુવતીના ફોટો મોબાઇલથી મોકલ્યા હતા. ઝડપાયેલો આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી તેણે અગાઉ આવું કોઈ કૃત્ય કરેલ છે કે નહિ તે મામલે તપાસ શરૂ કરી છે.