ETV Bharat / city

World Greatest Record : પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી MSU અને બાબાસાહેબનો નાતો વધુ બુલંદ કર્યો

author img

By

Published : Jul 26, 2022, 3:28 PM IST

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી (Alumni of Maharaja Sayajirao University Vadodara) રાહુલ કુમાવતે (Artist Rahul Kumawat) આર્ટ વર્કમાં વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે. તેણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સૌથી મોટું ચિત્ર (Largest portrait of Dr Babasaheb Ambedkar) દોરી વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં (World Greatest Record) સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને આશા છે તે ચિત્રને ટૂંક સમયમાં ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થશે.

World Greatest Record : પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી MSU અને બાબાસાહેબનો નાતો વધુ બુલંદ કર્યો
World Greatest Record : પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી MSU અને બાબાસાહેબનો નાતો વધુ બુલંદ કર્યો

વડોદરાઃ કહેવાય છે કે વડોદરા શહેર એ સંસ્કારનગરી અને સાથે જ કલાનગરી છે. ત્યારે કલાનગરીમાં દિવસે ને દિવસે કલાકારો ઉભરાતા રહ્યા છે. શહેરની વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી (Alumni of Maharaja Sayajirao University Vadodara) આર્ટિસ્ટ રાહુલ કુમાવત દ્વારા પોતાના આર્ટવર્ક દ્વારા લાખો લોકોને મોહી લીધા છે.

રેકોર્ડ બનાવવા માટે આ જગ્યા શોધવામાં જ 30 દિવસનો સમય લાગ્યો હતો

રાહુલે 26મી જાન્યુઆરીએ પીએમ રેલી ફ્લેગમાં નેતૃત્વ કર્યું હતું. રાહુલે અત્યાર સુધીમાં 150થી વધુ આર્ટ વર્ક બનાવ્યા છે. 2 ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે તો બીજી તરફ ડો. બાબા સાહેબ આંબેડકરનું સૌથી મોટું ચિત્ર (Largest portrait of Dr Babasaheb Ambedkar)દોરી વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં (World Greatest Record) સ્થાન પ્રાપ્ત થયું છે. આર્ટિસ્ટ રાહુલ કુમાવત ટૂંક સમયમાં ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થશે તેવી પ્રતીક્ષા કરી રહ્યાં છે.

NCC કેડેટ - વડોદરાની એમએસ યુનિવર્સિટી NCC ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલે NCC - RDC કેમ્પમાં પીએમ રેલીના ફ્લેગ વિસ્તારમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. સાથે NCC ગુજરાતને TRAFSE તરફથી "એવોર્ડ ઓફ એક્સેલન્સ", "બેસ્ટ પરફોર્મન્સ સર્ટિફિકેટ" પણ મળેલ છે. ગુજરાત ડિફેન્સ દ્વારા "ક્રિએટીવ ગીનિસ" નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સાથે હાલમાં 2 ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ (India Book of Records ) પણ બનાવ્યા છે.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણ મંદિરે બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, હવે કર્યું આ કામ

ચોક અને કોલસાથી બનાવ્યું આર્ટ વર્ક - આર્ટિસ્ટ રાહુલ કુમાવત દ્વારા ડૉ. બી.આર. આંબેડકરના જન્મદિવસે વિશ્વનું સૌથી મોટું ચિત્ર દોરી વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કરવામાં આવ્યું છે. ચિત્ર ચોક અને કોલસો પસંદ કરી દોરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉનું ગીનિસ બુક રેકોર્ડ કદ 2160 ચોરસ ફિટનું હતું અને હાલમાં બનાવેલ ડો. ભીમરાવ આંબેડકરનું ચિત્રનું કદ (Largest portrait of Dr Babasaheb Ambedkar)3393 ચોરસ ફિટ છે. આ ચિત્રને હાલમાં વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં (World Greatest Record) સ્થાન પ્રાપ્ત થયું છે. અને આવનાર દિવસોમાં આજ ચિત્રને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ કોણ છે આ પોરબંદરની પાવરપફ ગર્લ કે જેણે રચ્યો ઈતિહાસ અને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

17 થી વધુ નેશનલ ઇન્ટરનેશનલ પ્રોજેકટ - આ અંગે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં આર્ટિસ્ટ રાહુલ કુમાવત જણાવ્યું હતું કે હાલમાં 150 થી વધુ ચિત્રો બનાવ્યાં છે. 17થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. કોરોના કાળમાં પ્રવૃત્તિવિહીન હતાં ત્યારે વિચાર આવ્યો ચિત્ર દ્વારા લોકોને આકર્ષિત કરી 2 ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ સાથે NCCમાં ઇન્ડિયા માટે પર્ફોમ કરી મારું મનોબળ ખુબ જ મજબૂત થયું હતું.

MSUના પૂર્વ વિદ્યાર્થી રાહુલ કુમાવતે મેળવ્યું વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન

કોલેજના અંતિમ પડાવમાં વિચાર આવ્યો કે દુનિયાનું સૌથી મોટું ચિત્ર બનાવવું છે. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પર તેમનું વિશ્વનું સૌથી મોટું ચિત્ર (World Greatest Record) કોલસો અને ચોકની મદદથી બનાવ્યું હતું. આ ચિત્ર (Largest portrait of Dr Babasaheb Ambedkar)3 દિવસની અથાગ પરિશ્રમથી બન્યું હતું. સામાન્ય રીતે તેની જગ્યા શોધવામાં જ 30 દિવસનો સમય લાગ્યો હતો. આગળ પણ આર્ટવર્કમાં હું આજ રીતે કામ કરતો રહીશ તેવું પણ રાહુલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.