- વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રામજીવીઓની કતારો
- અસ્થિમાંથી સોના ચાંદીની કરી રહ્યા છે શોધખોળ
- કોરોનાના કારણે પરિવારજનો અસ્થિ લેવા આવતા ગભરાઈ છે
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોનાથી મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોના દર્દીના મૃતદેહોને હોસ્પિટલોમાંથી સીધા અંતિમ સંસ્કાર માટે શહેરના વિવિધ સ્મશાનોમા લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં પરિવારજનની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિએ પહેરેલી સોના ચાદીની વસ્તુ સાથે જ અગ્નીસંસ્કાર મોટાભાગે કરવામાં આવી રહ્યા છે, જે સોના ચાંદીની વસ્તુઓ શોધવા વિશ્વામિત્રી નદીના કિનારે શ્રમજીવીઓ પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાનો કહેરઃ સયાજી હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ
અસ્થિઓના પોટલા વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરવા માટે ઢગલો કરવામાં આવે છે
પરિવારજનો કોરોનાના ડરથી પોતાના પ્રિયજનના અસ્થિ લેવા માટે સ્મશાનોમા જતા ગભરાઈ રહ્યાં છે, જેથી સ્મશાનોમા કામ કરી રહેલા વ્યક્તિઓ અસ્થિઓના પોટલાવાળી રહ્યા છે અને સમય મળે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરી રહ્યા છે. શહેરના સૌથી મોટા કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં અસ્થિઓના પોટલા સ્મશાનની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરવા માટે ઢગલો કરવામાં આવે છે. આ અસ્થિ ભરેલા પોટલાઓથી નદી કિનારે રહેતાં શ્રમજીવીઓ ચારણીથી અસ્થિઓ ચાળી સોના-ચાંદીની વસ્તુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી રહી છે. પ્રતિદિન અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોનામાં મોતને ભેટેલા લોકોના અસ્થિ નદી કિનારાના શ્રમજીવીઓ માટે આજીવિકા શોધવા માટે સાધનરૂપ બન્યું છે.
આ પણ વાંચોઃ વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા