ETV Bharat / city

વડોદરામાં નારી શક્તિના પ્રતિક સમી કલેક્ટર સહિત આઠ મહિલા અધિકારીઓ

તૌકતે વાવાઝોડાનો વડોદરા જિલ્લાની મહિલા અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને કર્મઠતા ઉપરાંત મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો હતો. તૌકતે વાવાઝોડાનો વડોદરા જિલ્લામાં નારી શક્તિના પ્રતિક સમા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ સહિત આઠ અધિકારીઓએ પોતાને સોંપાયેલી ફરજને સાર્થક કરીને જે મજબૂતાઇથી પ્રતિકાર કર્યો હતો, તે પ્રેરક છે.

Vadodara narisakti
Vadodara narisakti
author img

By

Published : May 25, 2021, 10:54 PM IST

  • તૌકતે વાવાઝોડાનો વડોદરાની મહિલા અધિકારીઓએ કર્યો પ્રતિકાર
  • ફરજ નિષ્ઠા, કર્મઠતા અને મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો
  • મહિલા અધિકારીઓ જણાવ્યા વાવાઝોડા દરમિયાનની ફરજના અનુભવો

વડોદરા : તૌકતેનો ખતરો તોળાતો હતો, ત્યારે નાગરિકોમાં ભય અને અફવા ન ફેલાય તે માટે વહીવટીતંત્ર કાર્યરત રહે છે. તે ઉપરાંત વાવાઝોડું આવે એવી સ્થિતિમાં નાગરિકોને રક્ષાકવચ પૂરું પાડી તેમનો અને તેમના પરિવારજનોનો જીવ બચાવવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. તૌકતેની સ્થિતિને ખાળી શકાય તેમ નહોતી, ત્યારે જિલ્લાના મહિલા અધિકારી- કર્મચારીઓએ સ્ત્રી- પુરૂષના ભેદ વિના રાત-દિન જોયા વિના ફરજ બજાવી હતી.

વડોદરા
વડોદરા

આ પણ વાંચો : અકોટા MLA સીમા મોહિલેએ કરી જન્મદિવસની ઉજવણી, પણ કામદારો માટે કર્યું આ કામ

વાવઝોડાનો પ્રતિકાર કરવામાં MGVCL, વન, માર્ગ અને મકાન (પંચાયત) દરેક વિભાગનો ફાળો રહ્યો છે : નિયતી ઉત્સવ

પાદરા તાલુકા લાયઝન તરીકે ફરજ બજાવનારા જમીન સંપાદન અધિકારી નિયતી ઉત્સવે જણાવ્યું કે, તે પાદરામાં મહિલા મામલતદાર તરીકે હતા. આ પૂર્વે પણ તેમની પ્રિ-મોન્સુન લાયઝન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. એટલે તે ફરજ પરના સ્ટાફથી અને અધિકારીથી પરિચિત હતા. વાવઝોડાનો પ્રતિકાર કરવામાં MGVCL, વન, માર્ગ અને મકાન (પંચાયત) દરેક વિભાગનો ફાળો રહ્યો છે. બધા વચ્ચે સારું સંકલન હતુ તેના પરિણામે કોવિડ હોસ્પિટલમાં એકપણ દર્દીને તફલીફ પડી ન હતી. સુચારું સંકલનરૂપે કોવીડ હોસ્પિટલમાં ડિઝલ જનરેટરના સેટ લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી કેદી ફરાર

સ્ત્રી-પુરૂષના કોઇપણ ભેદભાવ વિના દરેક સરખી રીતે કામ કરતા હતા : નાયબ કલેક્ટર

નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રધ્ધા શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ડેસરમાં કોઇ મોટી કોવિડ હોસ્પિટલ નથી. તકેદારીના ભાગરૂપે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને સાવલી શિફ્ટ કરી દીધા હતા. તાલુકા મામલતદારની ડિઝાસ્ટરની મહત્વની ભૂમિકા ભજવતા એક મહિલા ગર્ભવતી હતા. જેમણે સતત કામગીરી કરી હતી. બે દિવસ સુધી રાત્રે કચેરી ખાતે જ તેઓ રહ્યા હતા. રાત્રે ફરજ દરમિયાન પણ સ્ત્રી- પુરૂષ જેવા જાતિગત ભેદ વિના તમામ કર્મચારીઓએ ફરજ બજાવી પોતાની કર્મઠતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રતીતિ કરાવી હતી. સ્ત્રી-પુરૂષના કોઇપણ ભેદભાવ વિના દરેક સરખી રીતે કામ કરતા હતા. આ ફરજ દરમિયાન સાઇટ વિઝિટ કરી લોકોનો પણ એટલે સહકાર મળ્યો હતો. વન વિભાગમાં કર્મચારી-અધિકારી તરીકે કેટલીય મહિલાઓ ફરજ બજાવે છે. તૌકતે વાવાઝોડા ફરજ દરમિયાન તેઓને 6 વૃક્ષો અને દિવાલ પડી ગયાની ફરિયાદ મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.