- મહિલા કર્મચારીઓએ અત્યાર સુધી 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું
- કંપનીમાં મહિને 3.5 લાખ જેટલી RT-PCR કીટ બનાવવામાં આવે છે
- ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોને કીટ પૂરી પાડવામાં આવે છે
વડોદરાઃ જિલ્લામાં કાર્યશીલ કોસેરા ડાઈગ્નોસીસમાં મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. તકનિકી સેવાઓ, ગુણવત્તાની ખાતરી, ઉત્પાદન, ગુણવત્તા, ચકાસણી તથા સંશોધન અને વિકાસ જેવા વિભાગોમાં અગ્રણી રહીને કોસેરાની મહિલા કર્મચારીઓએ અત્યાર સુધી 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું.
આ પણ વાંચોઃ CEAT Tyres એ S95 માસ્ક લોન્ચ કર્યું, PPE કિટ પણ ટૂંક સમયમાં આવશે
કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો છે
ડોકટર ચૌલા શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ કાર્યશીલ એવા સિનિયર મેનેજર ટેકનિકલ સર્વિસિસ ડો.સ્વપ્નાલી કુલકર્ણી ,કવાલિટી અસ્યુરન્સ જુલી તહિલરામાની, પ્રોડક્શન હેડ કેશા પરીખ, ક્વોલિટી કંટ્રોલ ઓફિસર કીર્તિ જોશી તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જુનીતા વર્મા અને જાનકી દલવાડીએ વડોદરા જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો છે.
આ પણ વાંચોઃ મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ
મહિલાઓએ સમાજને RT-PCR કીટના ઉત્પાદનથી મહત્વનું યોગદાન આપ્યું છે
વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી મુશ્કેલીઓને અવગણી દેશની સેવા માટે સમયની ચિંતા કર્યા વગર સતત તત્પર રહેતી આ મહિલાઓએ સમાજને RT-PCR કીટના ઉત્પાદન દ્વારા મહત્વનું યોગદાન આપ્યું છે. કંપનીમાં મહિને 3.5 લાખ જેટલી RT-PCR કીટ બનાવવામાં આવે છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોને કીટ પૂરી પાડવામાં આવે છે. આ મહિલાઓની કાર્યકુશળતા માટે મહિલા જિલ્લા કલેક્ટરે આદર વ્યક્ત કર્યો છે.