ETV Bharat / city

Vadodara Canton Laboratories Blast કમ્પની પરિસરમાં રહેતી એક મહિલાનું સારવાર દરમિયાન મોત, કુલ 5 લોકોના મોત - Blast in Makarpura GIDC

વડોદરાની મકરપુરા GIDCમાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ કમ્પનીમાં 24 ડિસેમ્બરે બોઈલરમાં ઓવર પ્રેસરને કારણે પ્રચંડ ધડાકો (blast at Vadodara canton laboratories) થયો હતો. આ દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોત થયાં હતા અને શુક્રવારે એક ઈજાગ્રસ્ત મહિલાનું (Woman injured in blast) મોત થતા કુલ આંક પાંચ પર પહોંચ્યો છે.

Vadodara Canton Laboratories Blast
Vadodara Canton Laboratories Blast
author img

By

Published : Jan 9, 2022, 7:18 AM IST

Updated : Oct 13, 2022, 12:03 PM IST

વડોદરા: શહેરની મકરપુરા GIDCમાં વડસર બ્રિજ નીચે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ કમ્પનીમાં (blast at Vadodara canton laboratories) 24 ડિસેમ્બરે સવારે 9.30 વાગે બોઈલરમાં ઓવર પ્રેસરને કારણે પ્રચંડ ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનું મોત નિપજ્યુ હતું, તેમજ 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમાંના એક મહિલા દર્દીનું સારવાર હેઠળ મોત થતા દુર્ઘટનાનો મૃત્યુઆંક 5 (5 died In Blast Vadodara) પર પહોંચ્યો છે.

કુલ પાંચ લોકોના મોત થયાં

બ્લાસ્ટમાં (Vadodara Canton Laboratories Blast) ઘટનાસ્થળ પર કામ કરી રહેલા 8 કર્મચારી અને ટ્રક અનલોડ કરવાનું કામ કરતા અન્ય મળી કુલ 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શીતલ મહેન્દ્રભાઈ ભોઈનું શુક્રવારે મોત થયું હતું. મૃતક 110 કેન્ટોન લેબોરેટરીઝ ખાતે રહેતી હતી. કમ્પની પરિસરમાં રહેણાંક ઘર બનાવવાની મનાઇ હોવા છતાં રહેવાની કિંમત મહિલાએ જીવ આપીને ચુકવી છે.

મૃતકોના નામ

  • રવિ જીતેન્દ્ર વસાવા, (ઉં.21), રહે. નવી નગરી, બિલ ગામ
  • સતીષ એમ. જોશી, (ઉં.65), રહે. વિજયનગર, તરસાલી
  • રિયા કમલેશ ચૌહાણ, (ઉ.05), રહે. વડસર રોડ, કમ્પનીમાં
  • વર્ષા કમલેશ ચૌહાણ, (ઉ.30), રહે. વડસર રોડ, કમ્પનીમાં
  • શીતલ મહેન્દ્રભાઈ ભોઈ (ઉ.30) રહે 110 કેન્ટોન લેબોરેટરીઝ
  • દુર્ઘટનામાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે

કેન્ટોન લેબોરેટરીઝ કમ્પનીમાં થયેલી દુર્ઘટનાએ માતા-પુત્રીનો પણ ભોગ લીધો

રો મટીરીયલ બનાવતી કેન્ટોન લેબોરેટરીઝ કમ્પનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં બોઈલર ઓપરેટર બે કર્મચારીની સાથે ચાર વર્ષની બાળકી અને તેની માતા સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે, બોઇલરની બાજુમાં 3 પરિવારોને રહેવા માટે 110 કેન્ટોન લેબોરેટરીઝ બનાવેલી હતી. જેમાં રહેતી 5 વર્ષની બાળકી અને તેની માતાનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: Gujarat Corona Update: આજે રાજ્યમાં 5677 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો: Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી

Last Updated : Oct 13, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.