ETV Bharat / city

WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી

author img

By

Published : Jul 7, 2021, 10:28 AM IST

વડોદરા (Vadodara) જિલ્લાના SOG PI અજય દેસાઇના(Vadodara SOG PI) પત્નિ (Wife) છેલ્લા એક મહિનાથી ગુમ(Missing) થતા ભારે ચકચાર મચી ગઇ છે. વડોદરા (Vadodara) જિલ્લા SOG PI અજય દેસાઇ અને તેમના પત્નિ સ્વીટીબેન (Sweety Patel) મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સમગ્ર મામલે જાણ થતા ગાંધીનગર(Gandhinagar)થી ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ DIG અને SP સહિતનો પોલીસ કાફલો કરજણ દોડી ગયો હતો.

WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી
WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી
  • વડોદરા જિલ્લા SOG PI અજય દેસાઇ અને તેમના પત્નિ કરજણમાં રહે છે
  • ગાંધીનગરથી સૂચના બાદ વડોદરા રેન્જના DIG અને જિલ્લા SP સહિતનો કાફલો પહોંચ્યો કરજણ
  • જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા શરૂ કરાઇ તપાસ

વડોદરાઃ વડોદરા(Vadodara) જિલ્લાના SOG PI અજય દેસાઇ(Vadodara SOG PI)ના પત્નિ(Wife) છેલ્લા એક મહિનાથી ગુમ (Missing)થતા ભારે ચકચાર મચી ગઇ છે. પીઆઇના પત્નિ 6 જુને મોડી રાત્રે 02 વર્ષના પુત્રને મુકી અગમ્ય કારણોસર ઘરેથી નિકળ્યા હતા. સમગ્ર મામલે PIના સાળાએ 11 જૂનના રોજ કરજણ પોલીસ મથકે(Karajan Police Station) ગુમ થયાની જાણ કરી હતી. 24 દિવસ બાદ પણ ગુમ PIના પત્નિ(Wife)ને શોધવામાં કરજણ પોલીસ નિષ્ફળ રહી છે, તો સમગ્ર મામલે જાણ થતા ગાંધીનગર(Gandhinagar)થી ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ DIG અને SP સહિતનો પોલીસ કાફલો કરજણ આવી પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતના લવેટા ગામમાંથી ગુમ થયેલી યુવતી 3 મહિના પછી ઉત્તરપ્રદેશમાંથી મળી

6 જુનના રોજ પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નીકળી ગયા હતા

વડોદરા (Vadodara)જિલ્લા SOG PI અજય દેસાઇ (Vadodara SOG PI)અને તેમના પત્નિ સ્વીટીબેન (Sweety Patel) મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટીબેન (ઉં.37) 6 જુનના રોજ પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નીકળી ગયા હતા. સ્વીટીબેન (Sweety Patel)ની ઘર તથા આપસાપ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

કરજણ પોલીસને 24 દિવસથી સ્વીટીબેનનો કોઈ પત્તો લાગી શક્યો નથી

આ ઘટનાના પાંચ દિવસ બાદ 11 જૂને સ્વીટીબેન (Sweety Patel)ના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથક(Karajan Police Station)માં ગુમ (Missing) થયાની જાણ કરી હતી. કરજણ પોલીસે(Karajan Police) બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદના આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. કરજણ પોલીસ(Karajan Police)ને 24 દિવસથી સ્વીટીબેન (Sweety Patel)નો કોઈ પત્તો લાગી શક્યો નથી. સ્વીટીબેન (Sweety Patel) પાસે ફોન નહિ હોવાના કારણે પોલીસ દ્વારા તેના આધારે શોધખોળ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.

આ પણ વાંચોઃ ખેડૂત પિતાની લાચારી: ગુમ થયેલી પુત્રી પર રાખવું પડ્યું 50 હજારનું ઈનામ..?

તપાસ કરજણ પોલીસ પાસે આંચકી લઈ DySPને સોંપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા

ગાંધીનગર(Gandhinagar)થી સૂચના બાદ વડોદરા રેન્જના DIG અને જિલ્લા SP સહિતનો કાફલો ગઇકાલે મંગળવારે કરજણ દોડી આવ્યો હતો. મંગળવારે તપાસ કરજણ પોલીસ(Karajan Police) પાસે આંચકી લઈ DySPને સોંપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ઉપરાંત જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા વિવિધ સંભાવનાઓને ધ્યાને રાખીને અનેક દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.