વડોદરા રાજ્યમાં ધામધૂમથી નવરાત્રીનો પર્વની ઉજવણી બાદ દશેરાના પર્વની (dussehra 2022) ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં પરંપરા અનુસાર દશેરાના દિવસે સમી સાંજે રાજમહેલના શસ્ત્રાગારમાં મુકવામાં આવેલા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વડોદરાનો રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પૂજા કરવામાં આવી હતી. (Vadodara Rajmahal Armory)
1720થી લઈને આજદિન સુધીના શસ્ત્રો રાજવી પરિવારના આ શસ્ત્રાગારમાં ઇસ સન 1720થી લઈને આજદીન સુધીના શસ્ત્રો મોજુદ છે. જેમાં તલવાર, ઢાલ, બખ્તર, ભાલા, ગુરજ, અલગ અલગ પ્રકારની બંદુકોનો સમાવેશ થાય છે. ગાયકવાડી સૈન્ય જ્યારે વડોદરા સ્ટેટની સુરક્ષા કરતું હતું, ત્યારે વડોદરામાં શસ્ત્રો બનાવવા માટે અલાયદુ કારખાનું હતું. અંગ્રેજોના શાસન દરમિયાન વડોદરા સ્ટેટમાં સૈન્ય અને શસ્ત્રોની બોલબાલા ઘટતી ગઈ હતી. મહારાજા પ્રતાપસિંહ રાવે 1941માં શસ્ત્રાગાર ઉભો કરવાની યોજના બનાવી હતી. જેથી ગાયકવાડી શાસન કાળમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો કાયમ માટે સચવાઈ શકે. (weapons Worship Dussehra festival in Vadodara)
શકેલા તલવારને બનતા 7 વર્ષનો સમય શસ્ત્રો અંગેની રજે રજની જાણકારી ધરાવતા અને જેમના નામ પર વડોદરામાં અખાડો છે. તેવા પ્રોફેસર માણેકરાવે કયા શસ્ત્રોને શસ્ત્રાગારમાં મુકવા સાથે તેનું કામ હાથ પર લીધુ હતુ. શસ્ત્રાગારનું કેટલાક બનાવતા 2થી 3 વર્ષનો સમય તેમને લાગ્યો હતો. શસ્ત્રાગારમાં 60થી 70 પ્રકારની તલવારો અને 20થી 30 જાતની અલગ અલગ બંદુકો મોજુદ છે. આ સીવાય 10થી 12 પ્રકારની ઢાલ અને રોમન શૈલીના બખ્તરોનો પણ સમાવેશ થાય છે. શસ્ત્રાગારમાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી મહારાજા સયાજીરાવના દત્તક વિધાન વખતે ક્વીન વિક્ટોરિયા દ્વારા મોકલવામાં આવેલી તલવાર પણ સાચવીને રાખવામાં આવી છે. આ સીવાય મહારાજા પ્રતાપસિંહની ફેવરીટ સકેલા તલવાર પણ શસ્ત્રાગારમાં સચવાઈ છે. એક સકેલા તલવારને બનતા 7 વર્ષનો સમય લાગતો હતો. (weapons pooja Dussehra festival)
સાંગ હથિયાર 500 વર્ષ જૂનું વડોદરામાં ખારીવાવના પાણીના ઉપયોગથી તલવારને ધારદાર બનાવાતી હતી. શસ્ત્રાગારમાં સચવાલેયુ સાંગ નામનું હથિયાર 500 વર્ષ જુનુ છે. ભાલા જેવુ લાંબુ સાંગ ઘોડા પર બેસીને યુદ્ધ કરવા માટે વપરાતુ હતું. આ હથિયાર છત્રપતિ શિવાજીના વંશના શાહુજી મહારાજ દ્વારા રાજવી પરિવારને ભેટમાં આપ્યું હતું. શસ્ત્રાગારમાં સૌથી ખતરનાક વોટર સ્ટીલ તલવારોનો પણ સમાવેશ થયો છે. તલવારને તપાવીને બાદમાં તેને ઠંડી પાડવા માટે ઝેર યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી તલવારના સ્ટીલમાં ઝેર પણ સામેલ થઈ જતું હતું. શસ્ત્રાગારમાં સચવાયેલી કેટલીક તલવારોની મૂઠ હાથીદાંતની છે અને તેના પર હીરા પણ જડેલા છે. જે પૈકીના કેટલાક શાસ્ત્રોનું પૂજન ગાયકવાડ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી હતી. Dussehra festival in Vadodara, dussehra weapons pooja