વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટ (Water Scarcity In Vadodara)થી ત્રાસેલી ગૃહિણીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ (khanderao market vadodara) ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન (protest for water supply in vadodara) કર્યું હતું. વડોદરા શહેરમાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે.
પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી આક્રોશ- વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર-1માં સમાવિષ્ટ ક્રિશ્ચિયન મહોલ્લા (Christian mohalla vadodara), સંત જોસેફ સોસાયટી, ફૂલવાડી તેમજ નિઝામપુરાના કેટલાક વિસ્તારોમાં પાણી પૂરતા (water problem in nizampura vadodara) પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની બુમો ઊઠી છે. અગાઉ અનેક વખત સ્થાનિકોએ વોર્ડ કચેરી તથા પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
આ પણ વાંચો: Water Scarcity in Morbi : સુનો સરકાર, આટલા બધા ગામમાં બેડાં યુદ્ધ જામ્યાંની ખબર છે?
માટલા ફોડી કર્યો વિરોધ- ભરઉનાળે પાણીના ત્રાસથી તૌબા પોકારી ઉઠેલી મહિલાઓ આજે આમ આદમી પાર્ટી પક્ષ (Aam Aadmi Party Vadodara)ની આગેવાનીમાં મહિલાઓ મોરચા સ્વરૂપે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. જ્યાં મ્યુનિસિપલ કમિશ્નર કચેરી (municipal commissioner office vadodara)ના દરવાજા પાસે માટલાં ફોડી તંત્રની લાલિયાવાડી વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"
તંત્ર કોણીએ ગોળ લગાવે છે- સ્થાનિકોએ કહ્યું કે, કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. જેથી અમારે પ્રજાની સમસ્યાના નિરાકરણ હેતુ રજૂઆતની ફરજ પડી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાતા નલ સે જલ યોજના (nal se jal yojna gujarat)ના પુરસ્કાર સંદર્ભે સવાલો ઉદભવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘટનાની ગંભીરતા સમજતું નથી અને ટેન્કર મોકલી આપીએ છીએ તેવો કોણીએ ગોળ લગાવી આપે છે.