વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બ્લાસ્ટના કારણે આજુબાજુના ઘરો અને વાહનોને ભારે નુકસાન થયું હતું. સાથે જ આ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે. તો ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટના કારણે 8થી વધુ મકાનો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
દૂર સુધી સંભળાયો અવાજ આ અંગે મળતી માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં (Gotri area) આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ દેવનગર સોસાયટીનાં મકાન નંબર 106માં વહેલી સવારે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ (gas cylinder blast in gotri area) થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. સાથે જ આ બ્લાસ્ટના કારણે મકાન ધરાશાયી (wall collapsed) થયું હતું. તેની સાથે મકાનમાં રહેતા રહેવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો આજુબાજુના આશરે 8થી વધુ મકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે.
11 મકાનને નુકસાન આ બ્લાસ્ટના કારણે (gas cylinder blast in gotri area) 11 જેટલા મકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમાંથી એક મકાન બલાસ્ટના કારણે જર્જરિત થઈ ગયું છે. જ્યારે બીજા 2 મકાનના બધાં જ બારી બારણાં તૂટી ગયા હતા. તેમ જ એક બુલેટ બાઈકને પણ નુકસાન થયું હતું. જ્યારે અન્ય એક મકાનમાં બ્લાસ્ટના કારણે દિવાલ ધરાશાયી (wall collapsed) થઈ છે.
બારી બારણા થયા જર્જરિત સાથે જ પાછળના ભાગની છત પણ તૂટી ગઈ હતી. તો એક મકાનના બારી બારણાના ભાગ જર્જરિત થઈ ગયા હતા. એટલું જ નહિ આ બ્લાસ્ટને (gas cylinder blast in gotri area) કારણે 45 વર્ષીય જયેશ વિજયભાઈ જૈન, 95 વર્ષીય શકુંતલા વિજયભાઈ જૈન અને 12 વર્ષીય ધૃવેશને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમાંથી શકુંતલાબેનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સવારે મળ્યો હતો કૉલ સવારે 8 વાગે કૉલ મળતા તરત જ નજીકના વળીવાડી ફાયર સ્ટેશનના (vadodara fire station) ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ તરત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આ ગોજારી ઘટનામાં 2ના મોત થયાનું સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે આજુબાજુના મકાનો અને વાહનોને ભારે નુકસાન થયું છે. તેને લઈને ફાયર જવાનો દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે.