- જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે જિલ્લાના વેપારીઓ સચેત
- જિલ્લાના પ્લાયવુડ મર્ચન્ટ સાથે જોડાયેલા 505 વેપારીઓએ દુકાનો બંધ કરી
- અનેક જિલ્લાઓમાં વેપારીઓ કરી રહ્યા છે સ્યંભૂ લોકડાઉન
વડોદરા: કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને કોરોનાની ચેઈન તૂટે તે માટે વડોદરા પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલા 505 વેપારીઓ 12 એપ્રિલથી રોજ સાંજે 5 વાગે પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે . વડોદરા પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી ધવલ શાહે જણાવ્યું હતું કે , હાલ કોવિડ સંક્રમણના કેસો વધી રહ્યા છે .તેવામાં કોરોનાની ચેઈન તૂટે અને વેપારીઓ , તેમના પરિવારજનો અને સ્ટાફના માણસો સંક્રમિત ન થાય તે માટે 10 એપ્રિલના રોજ એસોસિએશન દ્વારા ઓનલાઈન મિટિંગ કરી ઠરાવ કરાયો હતો.
આ પણ વાંચો : કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ
વેપારીઓ જાગૃત
શહેરમાં પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલી 505 દુકાનોના વેપારીઓ દુકાન સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખે . સાંજે 5 વાગે દુકાન બંધ કરી દે . આ અપીલ સાથે 95 ટકા વેપારીઓ સંમત થઈ ગયા છે તેમજ 12 એપ્રિલથી વેપારીઓ રોજ સાંજે 5 વાગે પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે.એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પર વેપારીઓનાં ગ્રૂપ પણ બનાવ્યાં છે . જેમાં વેપારીઓ રોજ સાંજે 5 વાગે દુકાન બંધ કરે છે તેના ફોટા પણ મૂકી રહ્યા છે. અન્ય શહેરો કરતાં વડોદરાના વેપારીઓ જાગૃત થયા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ વેપારીઓ દ્વારા સાંજે 5 વાગે દુકાનો બંધ કરી દેવાનું નક્કી કર્યું હતું . જોકે અમદાવાદમાં 100 ટકા વેપારીઓ દુકાનો બંધ નથી કરી રહ્યા , જેની સામે વડોદરામાં પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના 505 વેપારીઓ રોજ સાંજે 5 વાગે દુકાનો બંધ કરી દે છે .