ETV Bharat / city

પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા તેના પણ સવાલ - Crime in vadodara

વલસાડની પાર નદીના કિનારેથી ઉભેલી કારમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ બાદ આ મહિલા ગાયિકા વૈશાલી હોવાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રખ્યાત ગાયિકાના કથિત મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમણે આત્મહત્યા કરી છે કે, તેમની હત્યા કરવામાં આવ્યું છે, તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. હાલ, સ્થાનિક પોલીસ અને LCB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. singer vaishali balsara found dead, dead suspicious condition in car, valsad singer vaishali balsara death

પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ
પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ
author img

By

Published : Aug 29, 2022, 7:32 AM IST

Updated : Aug 29, 2022, 11:02 AM IST

વલસાડ : પારડી તાલુકાની પાર નદીના કિનારે પ્રખ્યાત ગાયિકા વૈશાલીનો કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આપતા ચકચાર મચી ગઈ (singer vaishali balsara found dead) હતી. અજાણી કારને લાંબા સમય સુધી પાર્ક કરેલી જોઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી(dead suspicious condition in car) હતી. આ બાદ, પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ કારમાંથી શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પારડી પોલીસે તપાસ કરતાં તે વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. જણાવી દઈએ કે, શનિવારના રોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ હોવાની વાત પણ તેમના પતિએ કહી હતી. હાલ, પોલીસ દ્વારા મૃતદેહને કબજામાં લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. valsad singer vaishali balsara death

પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચો : શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટના,વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેમના જ જન્મદિવસે હત્યા

સ્થાનિકોને કાર પર શંકા ગઈ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પાર નદીના કિનારે એક કાર GJ 15 CG 4224 નંબરની કારમાંથી વલસાડની પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવ્યો હતો. નદી કિનારે શંકાસ્પદ રીતે લાંબા સમયથી કારને ઉભેલી જોઈને સ્થાનિકો દ્વારા આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ બાદ, પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા કારમાં તપાસ કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. Crime in vadodara

FSLની ટીમની મદદ લેવાઈ : પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કારમાંથી મળી આવેલો મૃતદેહ વલસાડની પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારાનો છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. આ સમગ્ર ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં જ LCB ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે લોકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કે, તેમણે આત્મહત્યા કરી છે, કે તેમની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો : પતિના મોત બાદ સસરાની કરોડોની મિલકત હડપવાનું ષડયંત્ર, પત્નીએ બોગસ ડોક્યૂમેન્ટ બનાવડાવ્યાં

વૈશાલીના પતિએ અરજી કરી : વલસાડની પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારા એક જાણીતું નામ છે. તેના પતિ હિતેશ બલસારા પણ એક ગાયક છે, આ સાથે જ સ્ટેજ શોમાં તે ગિટાર પણ વગાડે છે. શનિવારે રાત્રે બે વાગ્યે પતિ હિતેશ બલસારાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ, તેમની પત્ની ઘરેથી ક્યાંક નીકળી ગઈ હોવાની જાણકારી આપતી પોલીસને અરજી પણ આપી હતી. આ બાદ, રવિવારે પારડી નજીક પાર્ક કરેલી કારમાંથી વૈશાળીનો મૃતદેહ મળી આવતા તેની હત્યા અંગે અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો, આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા પોલીસે એજન્સી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Last Updated : Aug 29, 2022, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.