વડોદરા : વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોગેશ પટેલે બોલાવેલી તાકીદની બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, વડોદરાના મેયર osd વિનોદ રાવ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. અગાઉ ભોજનની સેવા આપતી સંસ્થાઓને બંધ કરાઈ હતી જે મામલે યોગેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, સેવાસદન દ્વારા ભોજન વિતરણની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે.
સેવાસદન દ્વારા ભોજન પૂરું પાડવાના આંકડામાં વિરોધાભાસ જોવા મળ્યો હોવાનો એકરાર યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરની અધ્યક્ષતામાં શહેર સહિત પાંચ વિધાનસભાના વંચિતોને ભોજન પૂરું પડાશે તેમ પાણી માહિતી આપવામાં આવી હતી. હવે GIDCના શ્રમિકોને પણ ભોજન પૂરું પાડવામાં આવશે. હાલ 7 સેવાસભાવી સંસ્થાઓ તંત્રને ભોજન સહાય આપશે.
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તંત્રને મોટા પ્રમાણમાં ભોજન અને અનાજ સહાય અપાશે. હાલ પોલીસ વિભાગ દ્વારા જે રસોડું શરું કરવામાં આવ્યું છે. તેને પણ સહાય માટે ફંડ જરૂર પડે સરકાર આપશે. શહેર જિલ્લામાં કોઈ ભૂખ્યું નહીં રહે તેવું પણ સરકારનું આયોજન છે. અન્ય સેવાભાવી સંસ્થાઓએ સહાય કરવી હોય તો કલેકટર,પોલીસ વિભાગ કે ધારાસભ્યો કે મને જાતે જાણ કરી શકશે.