ETV Bharat / city

દુનિયાના કપરા ગણાતા પર્વતો પર આ યોગપ્રેમીએ કર્યા છે 100થી વધુ સૂર્યનમસ્કાર, જુઓ વીડિયો - Vadodara Yoga Teacher

મૂળ તેલંગણાના અને હાલમાં વડોદરામાં રહેતા પ્રવિણભાઈ (Vadodara Yoga Teacher) ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી છે. હાલ તે વડોદરામાં રહે છે, પણ યોગને કારણે જાણીતા થયા છે. તેમણે દુનિયાના કપરા ગણાતા પર્વતીય વિસ્તારોમાં 108 જેટલા સૂર્યનમસ્કાર કરીને છેક લિમ્કા બુક સુધી ડંકો વગાડી દીધો છે.

દુનિયાના કપરા ગણાતા પર્વતો પર આ યોગપ્રેમીએ કર્યા છે 100થી વધુ સૂર્યનમસ્કાર, જુઓ વીડિયો

author img

By

Published : Jun 20, 2022, 9:14 PM IST

વડોદરા: દર વર્ષે તારીખ 21 જુનના (International Yoga Day 21 June 2022) દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયભરમાં જુદી જુદી જગ્યાઓ પર યોગ (International Yoga Day) કરવામાં આવે છે, પણ વડોદરામાં રહેતા અને મૂળ તેલંગણાના યોગ પ્રેમીએ (Vadodara Yoga Teacher) એવી એવી જગ્યાઓ પર યોગ કર્યા કે, માન્યમાં ન આવે. પ્રવીણભાઈ એક યોગ શિક્ષક છે. પણ તેમણે અલગ રીતે સુર્ય નમસ્કાર કરવાનું બીડું (Yoga Awareness Campaign) ઉઠાવ્યું છે. યોગ અભ્યાસના ભાગ રૂપે વિશ્વમાં અલગ અલગ પર્વતોની ટોચ પર 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા છે. જેમાં અમેરિકા, જર્મની, ઓસ્ટ્રિયા,આર્મેનિયા, નેપાળ, ફ્રાંસ અને ભારતના હાઈ-એલ્ટિટ્યુડ પર્વતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: તમે જવાનોને કમલમમાં સિક્યુરિટી તરીકે રાખતા હોવ તો તમારા દીકરાને ગાર્ડની ઓફર હું આપું છું: ઈસુદાન

ટેમ્પોમાં યોગ પ્રચાર કરશે: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કઈક અલગ કરવા માંગતા વડોદરાના યોગ-શિક્ષક પ્રવીણ મેરીપેલીએ આ વખતે પોતે પર્વતો પર કરેલા સુર્ય નમસ્કારને લોકો સુધી પહોચાડવા નવો નુસ્ખો અપનાવ્યો. તેમણે ટેમ્પો ભાડે કરી તેમાં મોટી એલઈડી ગોઠવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડોદરાના મુખ્ય માર્ગો પર પોતાના વિડિઓ બતાવવાનુ આયોજન કર્યુ છે. તેઓ માને છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવે છે અને એક શિક્ષક તરીકે તેમની ફરજ છે કે લોકોને યોગના ફાયદા સમજાવે અને સ્વસ્થ જીવન જીવવા પ્રેરે.

દરરોજ કરે છે યોગ: એક કલાકાર અને યોગ-શિક્ષક તરીકે પ્રવીણભાઈ 2013થી બ્રહ્મમુહૂર્તમાં રોજ 108 વખત સૂર્ય નમસ્કાર કરે છે. તેમણે હાઈ-અલ્ટીટ્યુડ વાળા ઉચ્ચ પ્રદેશોમાં યોગ કરવા માટે ખાસ યોગિક ક્રિયાઓ વિકસાવી છે. જે તેમની એક ખૂબી છે. યોગએ શ્વાસોશ્વાસની ક્રિયા છે અને પર્વત્ત પર પાતળી હવા હોવાથી કોઈ કરી શકતું નથી. તેમણે પર્વતો પર યોગ કરીને એક નવો ચીલો ચીતર્યો છે. ઉંચાઈ પર યોગ પ્રદર્શન એ કલા, પર્વતારોહણ અને યોગ કૌશલ્યો આ ત્રણેયનું સંયોજન છે. પ્રવીણભાઈ કહે છે, “મેં મણિ-મહેશ કૈલાશ પર્વત પર 27 મિનિટમાં 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા.

આ પણ વાંચો: ...અને આ રીતે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરીને શૂટર્સ પહોંચ્યાં મુન્દ્રા

માઈનસ ડિગ્રીમાં યોગા: અહીં માઈનસ 3 સેલ્સિયસ ડિગ્રી હતી અને 4200 મીટરની ઊંચાઈ હતી. પર્વતો પર ખરાબ હવામાન હોય અને ત્યાં યોગા કરવા તે એક પડકાર છે. વરસાદ, પવન અને બરફ ગમે ત્યારે પડી શકે. જે પર્વતના શિખરને વિક્ષેપિત કરી શકે છે.” સદનસીબે, પ્રવીણભાઈ પ્રતિકૂળ આબોહવામાં તમામ 18 પર્વતો સર કરી શક્યા અને આવા પર્વતોની ટોચ પર 108 સૂર્ય નમસ્કાર કર્યા. તેમનો મેરા શિખર પર 46 મિનિટમાં 108 સૂર્ય નમસ્કાર કરવાનો અનુભવ કર્યો છે. અહી 6150 મીટર એટલે કે 20 હજાર ફૂટની ઊંચાઈ, માત્ર 9ટકા ઓક્સિજન લેવલ અને તો પણ ઓક્સિજન સિલિન્ડર વિના માઈનસ 7 સેલ્સિયસ ડિગ્રીના વાતાવરણમાં સૂર્યનમસ્કાર કરેલા છે.

લિમ્કા બુકમાં રેકોર્ડ: આ યોગ શિક્ષકે આવા વાતાવરણમાં યોગ અભ્યાસ કર્યો અને આ ઘટના લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં નોંધાઈ છે.આવા વિવિધ પ્રદર્શનો લોકો જોઈ શકે તે માટે એક વીડીઓ તેમણે બનાવ્યો છે. આ વિડિયોમાં વિશ્વના 12 વિવિધ પર્વતોમાંથી 22 અનન્ય સૂર્ય નમસ્કાર ક્રિયા આવરી લીધી છે. આ વીડિઓ વડોદરાના માર્ગો પર ફરતા ટેમ્પોમાં રજુ કરવામાં આવશે. વડોદરાને જ કર્મભુમી બનાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.