વડોદરા: શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમની સ્પેશિયલ ફોર્સ દિવસ રાત કામગીરી કરી રહીં છે, પરંતુ શહેરમાં છાકટા બની ફરતા ગુનેગારો જાણે પોલીસને ઘોળીને પી ગયા હોય તેવો કિસ્સો આજે સર્જાયો હતો. મહિલાને સામાન્ય બાબતે રસ્તા વચ્ચે રોકી જાહેરમાં માર માર્યો (Vadodara women atrocity) હોવાની ફરીયાદ સીટી પોલીસને મળતા તાત્કાલીક એક્શન લેવાયુ હતું. ગણતરીના ક્લાકોમાં પોલીસે હુમલાખોરને દબોચી લઇ કુકડો બનાવી દીધો ( police turned the accused into a chicken) હતો.
આ પણ વાંચો : 210 કરોડમાં થશે વિકાસ, અમિત શાહે ગુજરાત માટે કરી મોટી જાહેરાત
પોલીસ સ્ટેશનમાં આવતા ભલભલા ગુનેગારો માપમાં આવી જાય છે, તે વાત સાચી સાબીત કરતો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા યાકુતપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા મહિલા શિક્ષીકા પોતાની ટુ-વ્હિલર ચલાવી રહ્યાં હતા. દરમિયાન યાકુતપુરા નાકા પાસે એક્ટિવા પર સવાર યુવકે બેદરકારી પૂર્વક વાહન હંકારતા શિક્ષીકાએ તેને ટોકતા કહ્યું, “તુ વચ્ચે કેમ ઘુસે છે”? આટલું કહેતા એક્ટિવા પર સવાર યુવક ઉશ્કેરાયો અને તેણે મહિલા શિક્ષીકાને રસ્તા વચ્ચે ઉભી રાખી ભીભસ્ત ગાળો ભાંડી, જાહેરમાં લાફા મારી પેટમાં મુક્કા માર્યા હતા તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
![સ્ત્રી અત્યાચારમાં પોલીસે આરોપીને કુકડો બનાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-vadodara-mahila-shikshika-par-humlo-karnar-aaropi-ne-jadpi-kukdo-banvyo-avb-gjc1004_24072022132537_2407f_1658649337_656.jpeg)
આ પણ વાંચો : પિતાએ જ કર્યા હતા પુત્રના 3 ભાગ, એક પછી એક માનવ અંગો મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
જાહેર રસ્તા પર મહિલા ઉપર થઇ રહેલા આ હુમલાને પગલે લોકો દોડી આવ્યાં હતા. જેથી હુમલાખોર ત્યાંથી પસાર થઇ ગયો હતો. જોકે આ મામલે સીટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે તાત્કાલીક હુમલાખોર યુવકની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં મહિલા શિક્ષીકા ઉપર હુમલો કરનાર અઝીઝ ઉર્ફે અક્કીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે