- વડોદરા શહેર જીલ્લામાં કોરોના આતંક
- દશરથ ગ્રામપંચાયતે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
- તા.5 મી મે સુધી દશરથ ગામની તમામ ખાણીપીણીની બપોરે 3 થી સાંજના 6 સુધી દુકાનો બંધ રહેશે
વડોદરા: જિલ્લાના દશરથ ગામમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તારીખ 5મી મે સુધી ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો હતો. જેમાં બપોરે 3 કલાકેથી સવારે 6 કલાક સુધી ગામની તમામ દુકાનો તથા ખાણી પીણીની દુકાનો બંધ રહેશે. જ્યારે દૂધ ડેરી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહેશે અને દવાની દુકાન નિયમોનુસાર શરૂ રાખી શકાશે.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો, 4 દિવસમાં 233 પોઝિટિવ, 21ના મોત
દૂધ ડેરી સાંજના 6 તેમજ દવાની દુકાનો નિયમોનુસાર શરૂ રાખી શકાશે
હાલ દેશમાં અને વિદેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને હાલ ગામમાં કોરોના કેસોમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે.જેથી તમામ ગ્રામજનોને સરકારની ગાઈડલાઈન મુજબ લોકોએ માસ્ક પહેરવું તેમજ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તા.5-5-2021 સુધી ગામમાં સ્વયંમભૂ લોકડાઉનનું પાલન કરી ગામની તમામ દુકાનો તથા ખાણીપીણીની દુકાનો બપોરે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનું નક્કી કર્યું છે. દૂધ ડેરી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.જ્યારે દવાની દુકાન નિયમોનુસાર શરુ રાખી શકાશે. તમામ આદેશોના ગામના તમામ લોકોએ પાલન કરવાનું રહેશે.