- વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ કેસ
- ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ PI દેસાઈના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યા બાદ આજે પુન મકાનની ઝીણવટભરી તપાસ કરી
- ક્રાઇમ બ્રાન્ચની ટીમે FSLની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી
વડોદરા: ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel) કેસ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)અમદાવાદની ટીમે અગાઉ PI દેસાઈના કરજણ સ્થિત આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ પુન મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch)ની ટીમે FSLની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- કરજણના PIની પત્ની ગાયબ થવાનો મામલો, હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખુલાસો
પી.આઇ દેસાઈએ નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો
રહસ્યમય ગુમ PI દેસાઈની પત્ની સ્વીટી પટેલ(Sweety Patel)ની તપાસ કરનાર જિલ્લા પોલીસ ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા કેમ ન મળ્યા, જે જિલ્લા પોલીસની તપાસ સામે શંકા ઉપજાવે છે. PI દેસાઈએ નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો, એ બાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)અમદાવાદની ટીમે ચકચારી સ્વીટી પટેલ પ્રકરણ પરથી પડદો ઉંચકવા બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં આજે PI દેસાઈના કરજણ સ્થિત મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે.
અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch)ના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા છે. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચ(Crime Branch)ના ACPDP ચૂડાસમાને સોંપવામાં આવી છે, ત્યારે આજે અમદાવાદની ક્રાઇમ બ્રાચ(Crime Branch)ની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા DYSP કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા, એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.
કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું
રહસ્યમય ગુમ સ્વીટી પટેલ(Sweety Patel)ના પતિ PI દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. એ બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં, એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું.
આ પણ વાંચો- Vadodara sweety patel case: PI અજય દેસાઈને FSL ટેસ્ટમાં ભાવનાત્મક સવાલો પુછાયા
વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી
વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch)ની ટીમ પહોંચી હતી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વીટીના કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. બીજી તરફ આ કેસમાં આગામી સપ્તાહે FSLનો રિપોર્ટ આવી જશે. એની સાથે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ઘણી મહત્ત્વની સાબિત થશે. સ્વીટી મિસિંગ કેસ હવે આવનારા ગણતરીના દિવસોમાં નિર્ણાયક તબક્કામાં આવી જશે. જેનાથી આ કેસમાં ખરેખર શું તથ્ય છે, એ મહત્ત્વનું સાબિત થશે. હાલ આ કેસમાં FSLની તપાસ સૌથી મહત્ત્વપૂર્ણ છે.
PI દેસાઈની પત્ની સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું
બીજી તરફ સ્વીટીના ગુમ થવાથી લઈને આજ દિન સુધીનો ઘટનાક્રમ પણ પોલીસ માટે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, જેની તપાસ પણ ચાલી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા(PRADIPSINH JADEJA)એ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. PI દેસાઈની પત્ની સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળના અવાવરૂ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યા હતા, જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે. પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે બન્ને ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે બન્નેના છૂટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યા હતા.
આ પણ વાંચો- સ્વીટી પટેલ ગુમ થવા મામલે રોચક વળાંક – PI અજય દેસાઇએ આખરી ક્ષણે નાર્કો ટેસ્ટ માટે કર્યો ઇન્કાર
PI અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા હતા
પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યા હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, ત્યારે PI અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા હતા. પોલીસને હાથ લાગેલી વ્હોટ્સઅપ ચેટમાં સ્વીટી PIને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ પોલીસે મોબાઇલની વ્હોટ્સઅપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી હતી.