- વડોદરા SSG ના કર્મચારીઓને બે મહિનાથી પગાર ન ચૂકવાયો હોવાનો આક્ષેપ
- કર્મચારીઓએ સયાજી હોસ્પિટલના વહીવટી કચેરી ખાતે હોબાળો મચાવ્યો
- પગાર નહીં કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા વહીવટી અધિકારીને રજૂઆત
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના હંગામી ત્રીજા અને ચોથા વર્ગના 700 ઉપરાંત કર્મચારીઓને બે મહિનાથી પગાર ન ચુકવાતા શુક્રવારે કર્મચારીઓએ સયાજી હોસ્પિટલની વહીવટી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ વહીવટી અધિકારી એન.એમ.રાઠવાને ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલા પગાર ચુકવવા માગ કરી હતી. કર્મચારીઓએ એકજૂથ થઈ વહીવટી અધિકારીનો ઘેરાવો કર્યો હતો અને પગાર નહીં કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: SSG Hospital Vadodara: પોસ્ટમોર્ટમ રૂમ સામે રસ્તા પર માનવ અંગ આરોગતો કુતરો
વહીવટી અધિકારીએ પગાર ચુકવવાની બાંહેધરી આપી
કર્મચીરીઓએ જો પગાર નહીં થાય તો આંદોલનની ચીમકી આપી હતી. તો બીજીતરફ વહીવટી અધિકારી એન.એમ.રાઠવાએ હંગામી કર્મચારીઓને પગાર ચુકવવાની બાંહેધરી આપી હતી.
આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર