ETV Bharat / city

Vadodara Rape Suicide Case: ઓએસિસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને ક્રાઈમબ્રાન્ચનું સમન્સ - વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ સામૂહિક દુષ્કર્મ

વડોદરામાં રહેતી નવસારીની યુવતી સાથે (Vadodara Rape Suicide Case) દુષ્કર્મ થયા પછી તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચે (Vadodara City Crime Branch) આ કેસમાં ઓએસિસ સંસ્થા સામે ગુનો (Crime registered against Oasis organization) નોંધ્યો છે. સાથે જ ક્રાઈમબ્રાન્ચે સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ (Summons of Crime Branch to Oasis Founder, Trustee and Mentor) પાઠવ્યું છે.

Vadodara Rape Suicide Case: ઓએસિસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને ક્રાઈમબ્રાન્ચનું સમન્સ

author img

By

Published : Dec 8, 2021, 1:50 PM IST

  • વડોદરામાં નવસારીની યુવતીના દુષ્કર્મ અને આત્મહત્યાનો કેસ
  • વડોદરા ક્રાઈમબ્રાન્ચે ઓએસિસ સંસ્થાને પાઠવ્યું સમન્સ
  • સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ આપ્યું

વડોદરાઃ શહેરમાં મૂળ નવસારીની યુવતી સાથે દુષ્કર્મ થતા તેણે આત્મહત્યા (Vadodara Rape Suicide Case) કરી હતી. ત્યારે આ કેસમાં ક્રાઈમબ્રાન્ચે ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટી પ્રીતિ નાયર અને તેમના પતિ સંજીવ શાહ અને વૈષ્ણવી સામે ગુનો નોંધ્યો છે. સાથે જ ક્રાઈબ્રાન્ચે સંસ્થાના આ અગ્રણીઓને સમન્સ પણ (Summons of Crime Branch to Oasis Founder, Trustee and Mentor) પાઠવ્યું છે.

આ પણ વાંચો- બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો: સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદા પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

પીડિત યુવતીએ ઓએસિસ સંસ્થાને દુષ્કર્મ અંગે જાણ કરી છતાં સંસ્થાએ કોઈ કાર્યવાહી ન કરી

આ ઓસેસિસ સંસ્થા પર આક્ષેપ છે કે, તેમને દુષ્કર્મની ગંભીર ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નહતી કરી અને ગુનાની જાણ હોવા છતાં માહિતી છૂપાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મનો (Vadodara Vaccine Ground Mass Rape) ભોગ બની હોવાની જાણ યુવતીએ ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટ્રીઓ અને સંસ્થામાં કામ કરતી અન્ય છોકરીઓને કરી હતી.

આ પણ વાંચો- Vadodara Rape Suicide Case: યુવતીના માતાપિતાએ ઠાલવ્યો ગુસ્સો, 15 દિવસમાં યોગ્ય તપાસ નહીં થાય તો CBI તપાસની માગ કરીશું

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની (Vadodara Rape Suicide Case) તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું બહાર આવ્યું છે. આ અંગે રેલવેના DySPએ જણાવ્યું હતું કે, યુવતીએ ગળેફાંસો ખાતા તેનું મોત થયું હતું અને અન્ય બીજા પણ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સ્પષ્ટ થશે.

યુવતીના શરીર પર ઈજાના નિશાન હોવાથી દુષ્કર્મની થિયરી પર કામ શરૂ

તો આ તરફ યુવતીની ડાયરીમાં લખ્યું હોવાથી અને યુવતીના શરીર પર ઈજાના નિશાન હતા હોવાથી દુષ્કર્મની થિયરી પર કામ શરૂ છે અને હજી બીજા ઘણા બધા પૂરાવાઓ મળી શકે તેમ છે. ત્યારે શંકાસ્પદ ઘણા લોકોની પૂછપરછ કરી તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.