વડોદરાઃ શહેર પોલીસ હાલ,તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આ ઈસમ કોણ હતો અને આકસ્મિક મોંત થયું છે કે પછી હત્યા થઇ હોવાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવ સંદર્ભે સ્થાનિક મુસ્લિમ બિરાદરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પાણીગેટ દરવાજા નીચે જે ચરસીઓ નશો કરવા માટે બેસે છે, તેમાંથી એકનું મોંત થયું છે.
આ અંગે અગાઉ કોર્પોરેશનની વોર્ડ નંબર 1 ની કચેરીએ રજૂઆત કરી હતી, પણ વાતને ધ્યાને લેવામાં ન આવતાં આજે આ બનાવ બન્યો હતો. પાણીગેટ દરવાજાની નીચે આજદિન સુધી કોઈ દરવાજો લગાવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં જે લખાણ છે અને પુરાવો છે તે થકી એક્શન લઈ તંત્રને બતાવવામાં આવશે કે રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવતાં સોમવારના રોજ આ ઘટના બની હતી.