વડોદરા: ગત 13 ડિસેમ્બરના રોજ 27 વર્ષની યુવતી UKથી (Woman come from UK omicron positive) તાંદલજા વિસ્તારમાં આવી હતી. મુંબઈ ખાતે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. રિપોર્ટ કરતાં પોઝિટિવ (Vadodara omicron positive) આવ્યો હતો. આજે યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનો આ ત્રીજો કેસ છે.
મુંબઈ એરપોર્ટ પર રિપોર્ટ નેગેટિવ
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ (Vadodara health department)ના વડા ડો.દેવેશ પટેલના જણાવ્યા મુજબ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતી હાઇરીસ્ક દેશમાં મુકાયેલા યુ.કે.થી તા. 13 ડિસેમ્બરના રોજ મુંબઇ આવી હતી. મુંબઇ એરપોર્ટ ઉપર તેનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ (Test on mumbai airport) આવ્યો હતો. દરમિયાન વડોદરા આવતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આથી તેના સેમ્પલ લઈ જીનોમી તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આજે પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં આઇસોલેત કરવામાં આવી છે. ઉપરાંત તેના સંપર્કમાં આવેલ બે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો છે.
આ પણ વાંચો: Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ
આ પણ વાંચો: Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો