- રિવોલ્વર ઝુંટવાનો પ્રયાસ કરનારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે ફરિયાદ
- કંપનીના સુપરવાઈઝર સામે રિવોલ્વર તાકીને ધમકી આપ્યાની અગાઉ ફરિયાદ થઈ હતી
- નંદેસરી પોલીસે FIR નોંધીને તપાસ કરી શરૂ
વડોદરા: તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ 2 દિવસ પહેલાં લેખિત ફરીયાદ આપી હતી કે, સુપરવાઈઝરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલની ફરીયાદ અનગઢ, રામગઢના મોકમસિંહ ઉદેસિંહ ગોહીલએ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ રણોલીની પાનોલી ઈન્ટરમિડિયેટ કંપનીમાં સિક્યુરીટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. વાવાઝોડાંના કારણે તેમની ફેક્ટરીમાં એક ટાવર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં કંપનીના કર્મચારી આશિષ કૌશિકભાઈ ગોહીલ દબાયા હતા. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હતું.
આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે ઉજવણી કરનારાઓ વિરુદ્ધ FIR, SHO સસ્પેન્ડ
રિવોલ્વર ઝૂંટવી લેવાનો કર્યો હતો પ્રયાસ
વડોદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો મંગળસિંહ ગોહીલ (રહે-નંદેસરી ગામ) તથા યુસફ પરમાર (રહે-રુપાપુરા) ત્યાં આવ્યા હતા. કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. મોકમસિંહ પાસેથી રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. દૂર્ઘટનામાં ઈજાગ્રસ્ત કર્મચારીનું મોત થયું છે. વળતર પેટે રૂપિયા 1 કરોડ આપવા પડશે. 'નહીં આપો તો કંપની બંધ કરાવી દઈશું, જાનથી મારી નાંખીશુ' તેવી ધમકી આપી હતી. મોકમસિંહે બે દિવસ પહેલા લેખિત ફરીયાદ આપી હતી. જે આધારે નંદેસરી પોલીસે રાજેન્દ્રસિંહ અને યુસુફ પરમાર સામે FIR નોંધીને તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: નાસિક ઓક્સિજન લીક ઘટનાઃ અજાણ્યા લોકો સામે FIR દાખલ