વડોદરા: આમ તો સંસ્કારીનગરી વડોદરામાં ઘણું જોવાજેવું છે. પણ જ્યારે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની (azadi ka amrit mahotsav) સાથે હર ઘર તિરંગાની (har ghar tiranga) ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના મ્યુઝિયમમાં એક ખાસ વસ્તું પડી છે. એ છે આઝાદીની લડતના પ્રતીક સમા (national flag of india) 12 તિરંગા. વડોદરામાં આવેલું સંગ્રહાલય પણ એક ઐતિહાસિક સ્થાન છે.વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડે વિશ્વામિત્રી નદી નજીક 113 એકરના કમાટી બાગમાં જે હવે સયાજીબાગ તરીકે ઓળખાય છે. વર્ષ 1894માં મ્યુઝિયમ બંધાવ્યું હતું તેનું સ્થાપત્ય કાર્ય જાણીતા અંગ્રેજ આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મે કર્યું હતું
આ પણ વાંચો: શું તમે જાણો છો ? ભારતીય ત્રિરંગાનો 6 વખત બદલાયો છે રંગ
6 દાયકા જૂના તિરંગા: વડોદરાના આ મ્યુઝિયમમાં 62 વર્ષ જૂના તિરંગાઓ રાખવામાં આવ્યા છે. જે તિરંગાની રાષ્ટ્રધ્વજ બનવાની તવારીખનું પણ જતન કરાયું છે. વંદે માતરમ્, રેટિયા, અર્ધચંદ્રમા અને તારકવાળા ખાદીના તિરંગા પ્રદર્શિત કરાયા છે. આ મ્યુઝિયમનો હવાલો હાલ તો ગુજરાત સરકારે સંભાળ્યો છે. પણ કુલ 12 રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા માટેની લડાઈના સમયના હોવાનું મનાય રહ્યું છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોવાથી એ રાષ્ટ્રધ્વજને અહીં સાચવવામાં આવ્યા છે. ક્યુરેટર વિજય પટેલે જણાવ્યું હતું આ તિરંગાઓની મ્યુઝિયમ તંત્ર દ્વારા વિશેષ સંભાળ રાખવામાં આવે છે.
સાચવણી થાય છે: આ તમામ તિરંગાને ડસ્ટ ન લાગે એ રીતે રાખવામાં આવ્યા છે. ડસ્ટ લાગી હોય તો તરત જ સાફ કરવામાં આવે છે. તિરંગાનો કલર ન ઉડે એટલે તેને માત્ર 50 થી 55 લક્સ લાઇટમાં રાખવામાં આવે છે. આકાશ સાફ હોય ત્યારે બહાર પ્રકાશ હોય તે દસ હજાર લક્સ હોય છે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે તિરંગાને નજીવા પ્રકાશમાં જ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ત્રિરંગાના રંગોથી ઝળહળ્યું વર્લ્ડ હેરિટેજ, VIDEO
ખાસ વાત: આ ઉપરાંત સુક્ષ્મ જીવજંતુ, જીવાત નિયંત્રણ માટે સમયાંતરે પગલાં લેવામાં આવે છે. એટલે આ તિરંગાનો સારી રીતે સાચવી શકાયા છે. ખાસ વાત તો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું ત્યારથી આ તિરંગાઓને મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને કિશોરોને આ ગેલેરીમાં તિરંગા વિશે સમજ આપવામાં આવે છે.