વડોદરાઃ વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીને (Vadodara msu election) શહેર ભાજપે સંપૂર્ણપણે રાજકીય રંગ આપી દીધો છે. MS યુનિવર્સિટીમાં ભાજપ તરફી બે જૂથો (Vadodara city BJP ) સત્તાધારી જૂથ અને સંકલન સમિતિ પ્રેરિત જૂથ વચ્ચે ચાલી રહેલા જંગમાં આજે સંકલન સમિતિના સેનેટની (MS University Coordinating Committee) વિવિધ કેટેગરીના 22 ઉમેદવારોને ભાજપ કાર્યાલય પર બોલાવીને તેમને ભાજપનો ટેકો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની સાથે સાથે પ્રોફેસર અને ટીચર્સ કેટેગરીના ઉમેદવારોને પણ ભાજપે ચૂંટણી માટે ટેકો આપવાનુ એલાન કર્યુ હતું.
ઈતિહાસમાં પહેલી વખત
એમ એસ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે, સેનેટ ચૂંટણી (Vadodara msu election) લડતા ઉમેદવારોને ભાજપ કાર્યાલયે બોલાવીને તેમને ટેકો જાહેર કરવામાં આવ્યો હોય. આ સાથે જ સેનેેટની ચૂંટણી હાઈપ્રોફાઈલ (MS University Coordinating Committee)બની ગઈ છે. સંકલન સમિતિની સાથે સાથે શહેર ભાજપ સંગઠન (Vadodara city BJP ) પણ હવે સત્તાધારી જૂથ સામે આરપારની લડાઈના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. કારણકે ભાજપે ઉમેદવારોને ખુલ્લેઆમ ટેકો જાહેર કરીને પોતાની પ્રતિષ્ઠા પણ દાવ પર લગાડી દીધી છે.
શહેર ભાજપ પ્રમુખે ટેકો જાહેર કર્યો
શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, સંકલન સમિતિ (MS University Coordinating Committee) દ્વારા જેટલા પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે તમામને ભાજપ ટેકો (Vadodara city BJP ) જાહેર કરે છે. સામેનું જૂથ જે પણ ઉમેદવારો ઉભા રાખવાનું છે અથવા ઉભા રાખ્યા છે તેમની સાથે અમારે લેવાદેવા નથી. ભાજપના કાર્યકરો અને નેતાઓ તેમના માટે કામ કરશે.
પાંચ બિનહરીફ જીત્યાં છે તે કોના?
રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 14 બેઠકો પૈકી પાંચ બિનહરીફ જાહેર (Vadodara msu election) થઈ ચુકી છે અને આ પાંચે ઉમેદવારો પોતાના હોવાનું સત્તાધારી જૂથ જાહેર કરી ચુકયું છે. ત્યારે આજે શહેર ભાજપના પ્રમુખનું કહેવું (Vadodara city BJP ) હતું કે, આ પાંચ ઉમેદવારો સંકલન સમિતિ (MS University Coordinating Committee) સાથે છે. જેમને ખાતરી કરવી હોય તે આ ઉમેદવારો સાથે વાત પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ Saurashtra University Controversy: કુલપતિએ 3 વર્ષમાં પોતાના ઘર પાછળ અધધ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરતા વિવાદ