ETV Bharat / city

વડોદરા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિર પરિસરમાં ઉજવાયો - Temple premises

વડોદારામાં છેલ્લા 211 વર્ષથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળે છે, પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે આ વરધોડો નિકળી નથી શક્યો. આ વર્ષે મંદિર પરિસરમાં જ ભગવાનનો વરઘોડો યોજાયો હતો.

mandir
વડોદરા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિર પરિસરમાં ઉજવાયો
author img

By

Published : Jul 21, 2021, 12:42 PM IST

  • વડોદરામાં 211મો વિઠ્ઠલનાથજીનો વરઘોડો
  • મંદિર પરિસરમાં જ પ્રભુએ કર્યું વિચરણ
  • રાજમાતા શુભાંગીની દેવીએ કરી પૂજા

વડોદરા: શહેરમાં કોરોના નબળો પડતા હવે ધીમે ધીમે ધાર્મિક તહેવારો કોવિડ ગાઈડલાઈન સાથે મનાવવામાં આવી રહ્યા છે. નગરજનોને કોઈ તકલીફ ન પડે તેમજ કોરોના સંક્રમણ ફેલાઈ નહીં માટે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક યોજાતા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાને નિજ મંદિર પરિસરમાં યોજાયો હતો.

211મો વિઠ્ઠલનાથજીનો વરઘોડા

શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 211માં વરઘોડો પણ શાંતિપૂર્ણ અને શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો. દેવ પોઢી અગિયારસના દિવસે પારંપરિક યોજાતા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાન માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના નિજ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નગરજનોને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રા નિજ મંદિરમાં જ યોજી હતી.

વડોદરા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિર પરિસરમાં ઉજવાયો

આ પણ વાંચો : ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત:

વર્ષાથી ચાલી આવી છે પરંપરા

વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી દેવ પોઢી એકાદશીના દિવસે માંડવી રોડ મંદિર ખાતેથી પાલખીમાં બિરાજમાન થાય છે અને નગરયાત્રાએ નીકળે છે અને તેવીજ રીતે દેવઉઠી એકાદશીએ નગર યાત્રાએ નીકળે છે. જોકે ગત વર્ષે પણ કોરોના મહામારી દરમિયાન નગરયાત્રા યોજાઈ નહોતી તેવીજ રીતે આજે પણ કોરોના મહામારીને લઈને નગરયાત્રા નીકળી ના હતી અને ભગવાન પાલખીમાં ખાસ મંદિર પરિસરમાં ફર્યા હતા.

આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર

રાજમાતા સુભાંગીની દેવીએ કરાવી પાલખી પ્રસ્થાન

મંદિરમાં ગણતરીના ભક્તોની હાજરી વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજી પાલખીમાં બીરાજમાન થયા હતા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા ખાસ પૂજા અને આરતી કરવામાં આવી હતી અને મંદિર પરિસરમાં પાલખીને પ્રસ્થાન કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.