ETV Bharat / city

Vadodara in 2022: વડોદરાને 2022માં મળશે આ નવી ભેટો - વડોદરાના મેયર કેયુર રોકડીયા

વડોદરા (Vadodara in 2022) મહાનગરપાલિકા વર્ષ 2022માં અલગ-અલગ ક્ષેત્રોમાં વિવિધ વિકાસના કામો કરવા જઈ રહ્યું છે. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર વિવિધ વિકાસના કામો અંગે જાણકારી આપી હતી.

Vadodara in 2022: વડોદરાને 2022માં મળશે આ નવી ભેટો

author img

By

Published : Jan 1, 2022, 6:18 AM IST

વડોદરા: મહાનગરપાલિકા (VMC) વર્ષ 2022માં અલગ-અલગ ક્ષેત્રોમાં વિવિધ વિકાસના કામો કરવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા (Vadodara in 2022)માં, ફાયરસ્ટેશન, ફૂટબોલ સ્ટેડિયમ, 19 વહીવટી વોર્ડ સહીત આરોગ્યને પ્રાધાન્ય અપાશે અંગે વડોદરાના મેયર કેયુર રોકડીયા (Vadodara Mayor Keyur rokadiya)એ જાણકારી આપી હતી.

આરોગ્યને પ્રાધાન્ય અપાશે

મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 4 ઝોનમાં 50 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. તો કોરોનાકાળમાં ઓક્સિજનની ઉણપ સર્જાતા લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું હતું. ત્યારે આગામી વર્ષે વડોદરા શહેરમાં 75 અર્બન ફોરેસ્ટનો ઉછેર કરવામાં આવશે.

શહેરની મધ્યમાં બનશે ફાયરસ્ટેશન

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ફાયર સ્ટેશન (Vadodara fire station) આવેલું હતું. જે જર્જરિત થઈ જતા તોડી પડાયું હતું, ત્યારે ઘણા વર્ષોથી શહેરની મધ્યમાં ફાયરસ્ટેશન નહીં હોવાની સમસ્યા છે. જેથી વર્ષ 2022માં શહેરની મધ્યમાં નવીન ફાયરસ્ટેશન બનાવવામાં આવશે. સાથે સાથે ફોટો પ્રદર્શન માટે મહાનગરપાલિકાની કોઈ આર્ટ ગેલેરી નહીં હોવાની પણ વારંવાર ફરિયાદ ઉઠે છે, ત્યારે શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની નવીન આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. તેની સાથે વર્ષ 2022માં લોકભાગીદારીથી રેઇન વોટર રિચાર્જ, મિકેનિકલ અને સ્માર્ટ પાર્કિગ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવશે.

Vadodara in 2022: વડોદરાને 2022માં મળશે આ નવી ભેટો

ફૂટબોલ સ્ટેડિયમ બનાવશે

વડોદરાના અકોટા સ્ટેડિયમને નવીન ફૂટબોલ સ્ટેડિયમ (Vadodara Football Stadium) તરીકે વિકસાવવામાં આવશે. જે વર્ષ 2022માં તૈયાર થઈ જશે. તો મહાનગરપાલિકા દ્વારા રમત-ગામતને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કેટીંગ રિંગ પણ ડેવલોપ કરવામાં આવશે. શહેરને ઢોર મુક્ત અને ભિક્ષુક મુક્ત બનાવવાના મહાનગરપાલિકાના અભિયાનને વર્ષ 2022માં વધુ વેગવંતુ બનાવવા પર મેયર કેયુર રોકડીયાએ ભાર મુક્યો હતો.

19 વહીવટી વોર્ડ ઉભા કરશે

વડોદરામાં 6 સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વર્ષ 2022માં શહેરીજનોને નવા 6 સ્માર્ટ રોડ મળશે. તો નવીન વહીવટી વોર્ડ બનાવવાની જાહેરાત કરાઈ છે. હાલમાં 19 ઇલેકશન વોર્ડ સામે વહીવટી વોર્ડ ઓછા હોવાથી શહેરીજનોને હાલાકી પડે છે, ત્યારે 19 ઇલેક્શન વોર્ડના વર્ષ 2022માં 19 વહીવટી વોર્ડ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: VMCના આરોગ્ય તંત્ર દ્વારા આંકડાની માયાજાળ, છેલ્લા 7 દિવસમાં 161 મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા

આ પણ વાંચો: વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ, ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.