ETV Bharat / city

વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ: 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ - Vadodara high profile case

વડોદરા હાઇપ્રોફાઇલ કેસના આરોપી અશોક જૈને કોર્ટમાં આગોતરા જામીન મુક્યા છે. 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે. એક તરફ મામલાની તપાસ કરી રહેલી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૈન પરિજનની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે, તો આજરોજ આરોપી અશોક જૈને કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે. આગોતરા જામીન અરજી અંગે 29 સપ્ટેમ્બર, બુધવારના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.

વડોદરા હાઇપ્રોફાઇલ  કેસ: અશોક જૈને કોર્ટમાં આગોતરા જામીન મુક્યા, 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ

author img

By

Published : Sep 28, 2021, 11:15 AM IST

  • વડોદરા હાઇપ્રોફાઇલ દૂષ્કર્મ કેસ
  • 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ
  • ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની તપાસ હાથ ધરાઇ

વડોદરા: શહેર પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, ત્યાર બાદથી લઇને આજદિન સુધી સમાજમાં હાઇપ્રોફાઇલ સ્ટેટસ ધરાવતા આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસની પકડથી દૂર છે. એક તરફ મામલાની તપાસ કરી રહેલી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૈન પરિજનની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે, તો આજરોજ આરોપી અશોક જૈને કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે. આગોતરા જામીન અરજી અંગે 29 સપ્ટેમ્બર, બુધવારના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: રામોલ પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા

હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ

વડોદરાની એક યુવતી પર શહેરમાં હાઇપ્રોફાઇલ સ્ટેટસ ધરાવતા અશોક જૈન અને રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં કંઇ ઉકાળી ન શકતા આખરે મામલાની તપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આજની સ્થિતીએ હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ તપાસ સંસ્થાઓની પહોંચથી બહાર છે. મામલો હાઇ પ્રોફાઇલ લોકો સાથે સંકળાયેલા હોવાને કારણે પોલીસ ઢીલી કામગીરી કરી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આરોપી રાજુ ભટ્ટ અને તેનો પરિવાર પોલીસથી દૂર

આરોપી રાજુ ભટ્ટ અને તેનો પરિવાર પોલીસથી દૂર છે, જ્યારે અન્ય આરોપી અશોક જૈન પોલીસની ધરપકડથી દૂર છે, પરંતુ તેનો પરિવાર શહેરમાં હાજર છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી અશોક જૈનના પરિજનોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આજરોજ અશોક જૈને ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ

અશોક જૈનની જામીન અરજી અંગેની સુનવણી બુધવારે

જો કે, હાલ પ્રાપ્ત વિગત પ્રમાણે, દુષ્કર્મના કેસમાં અન્ય આરોપી રાજુ ભટ્ટ દ્વારા જામીન અરજી મુકવામાં આવી નથી. અશોક જૈનની જામીન અરજી અંગેની સુનવણી બુધવારે હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસના આરોપી પોલીસની ધકપકડથી દુર હોવાને કારણે અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે. બીજી તરફ વિદ્યાર્થીનીએ આરોપીઓ સામે દુષ્કર્મ આચરીને તેની સાથે મારપીટ પણ કરી હોવાના તથા ગંભીર આરોપો લગાડી ચુકી છે. હવે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.