વડોદરાઃ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટર હરજાણી ગેંગનો સાગરિત એન્થોનીને કોર્ટ પાસેથી પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ અર્થે લવાયો હતો અને હાલ તે સાવલી પોલીસ મથક ખાતે પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો તેને 12મી તારીખે કોરોનાનો ટેસ્ટ કરાવા એસએસજી હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં સાવલી પોલીસનો જાપ્તો પણ હતો ગત રાત્રીએ એન્થોની LRD પોલીસ કર્મીના હાથમાંથી હથકડી ખેંચીને તેમાંથી પોતાનો હાથ ખેંચી અને LRD સાથે ધક્કામુક્કી કરી નાસી છુટયો હતો. જેને લઈ પોલીસ બેડામાં દોડધામ મચી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાવપુરા પોલીસ મથકે એન્થોની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, છાસવારે એસએસજી હોસ્પિટલમાંથી કેદીઓ નાસી જવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ પોલીસ જાપ્તાને ચકમો આપી કેટલાંય કેદીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે,ગતરાત્રીએ કુખ્યાત ગેંગસ્ટર હરજાણી ગેંગનો સાગરિત એન્થોની નાસી છુટતા અનેક તર્કવિતર્ક સર્જાવા પામ્યા હતા. આ અંગે વધુ માહિતી એસીપી મેઘા તેવરે આપી હતી.