- વડોદરાનો એક યુવાન ઓનલાઈન છેંતરપીંડીનો ભોગ બન્યો
- એક્ટિવા લેવા માટે ઓનલાઈન સાઈટ પર ગયો હતો યુવાન
- 1.61 લાખ આપવા છતા ન મળી એક્ટિવા
વડોદરા : સોશિયલ સાઇટ પરથી રૂપિયા 16 હજારની કિંમતની એક્ટિવા ખરીદવાની લાલચમાં જરોદના શિક્ષિત યુવાને રૂપિયા 1.61 લાખ ગુમાવ્યા હતા. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન છેતરપિંડી કરનાર બે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે, જેની આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન છેતરપીંડી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં 22 વર્ષિય દિપક અજય શર્મા પરિવાર સાથે રહે છે. અને અભ્યાસ કરે છે. દિપકને એક્ટીવા ખરીદવું હોવાથી તે સોશિયલ સાઇટ પર ઉપર નજર રાખતો હતો. આ દરમિયાન રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા વેચાણથી આપવાનું હોવાનું સોશિયલ સાઇટ ઓ.એલ.એક્સ. પર આવ્યું હતું. આથી તેણે એક્ટિવા ખરીદવા માટે સાઇટ ઉપર વધુ તપાસ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે શખ્સો ઝડપાયા
2 એકાઉન્ટ દ્વારા મંગાવ્યા પૈસા
દરમિયાન દિપક શર્માના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં ભેજાબાજોએ ખોટા બહાના બતાવી એકાઉન્ટમાં રૂપિયા 2 હજાર રૂપિયા, 5999 રૂપિયા, 9999 રૂપિયા 6999 રૂપિયા, 2999 રૂપિયા અને 19,999 મળીને કુલ રૂપિયા 47,995, પડાવ્યા હતા, તેમજ બીજા આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર ઉપર 29,998 રૂપિયા, 29,998 રૂપિયા, 17,330 રૂપિયા, 11,000 રૂપિયા, 11,000 રૂપિયા, 14,000 રૂપિયા મળીને કુલ રૂપિયા 1,13,296 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ બંને એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા 1,61,291 ટ્રાન્સફર કરાવ્યા હતા.
1.61 લાખ આપવા છતા એક્ટિવા ન મળી
દિપકે રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા ખરીદવા માટે રૂપિયા 1.61 લાખ ભેજાબાજોએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા પછી પણ એક્ટીવા મળી ન હતી યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દિપકને પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં તેણે અલગ-અલગ મોબાઇલ ફોન નંબર પર ફોન કરનાર બે ભેજાબાજો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી