વડોદરા ભારતની સૌથી અઘરી મેરેથોન તથા દુનિયાની સૌથી ઊંચાઈએ (Highest Altitude in the world) યોજવામાં આવેલી મેરેથોન એટલે લદ્દાખ મેરેથોન (Participating in Ladakh Marathon) આ મેરેથોનમાં 30 દેશોના દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં 8,000થી પણ વધુ લોકોએ (People Joined Ladakh Marathon ) જોડાયા હતા. લદ્દાખ મેરેથોનું આયોજન 11 સપ્ટેમ્બર 2022ના રોજ NDS લદ્દાખ સ્ટેડિયમમાં (NDS Ladakh Stadium) કરવામાં આવ્યું હતું.
10 કિમીની મેરેથોન આ મેરેથોનની શરૂઆત લદાખ સ્ટેડિયમથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ કરવામાં આવી હતી. આ મેરેથોનમાં 10 કિમી, 21.1 કિમી, 42.2 કિમી જેટલો રૂટ ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો. તદુપરાંત મેરેથોન રૂટ પર દર પાંચ કિલોમીટરના અંતરે હેલ્પ સેન્ટરનું પણ આયોજન (Ladakh Marathon Help Line Center) કરવામાં આવ્યું હતું. આ લદ્દાખ મેરેથોનમાં વડોદરા શહેરના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો.
ચાર દોડવીરોનો દેડ પૂર્ણ કરવાનો સમય વડોદરા શહેરના ચાર દોડવીરો પૈકી રુબીએ 42.2 કિમી 7 કલાક 28 મિનિટમાં, અલકા સે 21.1 કિમી- 2 કલાક 55 મિનિટમાં, નીના એ 21.1 કિમી.- 3 કલાક 15 મિનિટમાં તથા માહેનએ 10 કિમી 1 કલાક 10 મિનિટમાં પૂર્ણ કર્યું હતું.