ETV Bharat / city

વડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી

વડોદરાનાં વાઘોડિયા તાલુકાનાં ભગવાનપૂરા માંથી 7 દિવસના બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાળકનું અપહરણ કરનારા શખ્સોની અટકાયત કરી બાળકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી સહી સલામત છોડાવી બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

ડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી

author img

By

Published : Oct 26, 2021, 9:25 PM IST

  • બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી
  • બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
  • રાત્રી દરમિયાન બાળકનું અપહરણ કરાયું હતું

વડોદરા : વડોદરા જિલ્લાનાં રહેવાસી પૂનમ ટીનાભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરનાં રોજ બાળકને જન્મ આપ્યો હતો. 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકને પથારીમાં ન જોતાં તેઓ હચમચી ઊઠ્યા હતા. તે દરમિયાન તેમને ગુમ થયાંની ફરીયાદ પણ નોંધાવી હતી જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, SOG, પેરોલ ફર્લો સ્કવોડ સહિત ની 8 ટીમોએ બાળકને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. બાળકને શોધવા માટે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી

રાત્રી દરમિયાન બાળકનું અપહરણ કરાયું

વડોદરા જિલ્લા પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનાં પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. તેને જણાવ્યું કે, આર્મી પરિવારના દંપતીને સંતાન ન હોવાથી છેલ્લા 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતો. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા નાણાં આપવાની ઓફર કરી હતી. જેથી તેને વડોદરામાં રહેતા પ્રવિણ ચુનારા અને દક્ષાબેન ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી. કાળીદાસ દેવીપૂજક અને રમણઇ રાઠોડિયાએ ભગવાનપૂરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું.

બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું

પ્રવિણ અને કલ્પેશનાં મારફતે બાળક આર્મીના જવાન નરેન્દ્રને અપાયું હતું. પરીવાર બાળકને લઇને બિહાર જતા રહ્યા હતા. કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ હતી. પોલીસે નરેન્દ્ર રંજનની અટકાયત કરીને બાળકનો કબજો લીધો હતો. પોલીસ બાળક અને દંપતીને લઇને બિહારથી વડોદરા આવી અને બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું.

પોલીસે અપહરણ કરનાર ગેંગની કરી અટકાયત

પોલીસે બાળકનું અપહરણ કરનાર કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાને ઝડપી પાડ્યા છે. તેમજ પ્રવિણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ અને નરેન્દ્ર રંજનની પણ અટકાયત કરી છે. અપહરણ અંગે પૂછતાં પોલીસને જાણવાં મળ્યું કે, દંપતીને 13 વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતાં બે વખત IVF પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં સફળતાં ન મળતાં છેવટે બાળક મેળવવા માટે આવો રસ્તો અપનાવ્યો.

આ પણ વાંચો :અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો : માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.