- વડોદરામાં કોરોનાનો નકલી રિપોર્ટ બનાવનારો આરોપી ઝડપાયો
- આરોપી ઓનલાઈન પેમેન્ટ લઈ છેતરપિંડી કરતો હતો
- વડોદરા ક્રાઈમબ્રાન્ચે આરોપીની કરી ધરપકડ
વડોદરાઃ શહેરમાં કોરોનાનો નકલી નેગેટિવ રિપોર્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા આરોપીને ક્રાઈમબ્રાન્ચે દબોચી લીધો હતો. નકલી કોરોના રિપોર્ટ તૈયાર કરી તેનું ઓનલાઈન પેમેન્ટ મેળવી લઈ વેચાણ કરવાનો આરોપ ધરાવતા રાકેશ મીરચદાનીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસે મોબાઈલ ફોન કબજે લીધો હતો. અત્યાર સુધી કેટલા નેગેટિવ રિપોર્ટ તૈયાર કર્યો છે અને કોને કયા કયા સ્થળ પ્રવાસ કરી આવ્યા તે અંગેની ચકાસણી વિગતો સપાટી પર આવશે તેમ મનાય છે. ટ્રાવેલ્સ વ્યવસાય કરતો રાકેશ ભગવાનદાસ મીરચંદાનીને બોગસ રિપોર્ટ તૈયાર કરી તેનું વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી. આર. ખેરે તથા અન્ય સ્ટાફ દ્વારા પોલીસને બોગસ ડમી ગ્રાહક મોકલીને તેને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો- વડાલીમાં ઓનલાઈન મોબાઈલની ખરીદી કરવા જતા વ્યક્તિ સાથે 97 હજાર રૂપિયાની છેતરપિંડી
કોરોનાનો બોગસ રિપોર્ટ તૈયાર કરનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કાળા બજારીઓએ માઝા મૂકી છે. રેમડેસિવિર ઈન્જેક્શન હોય, ઓક્સિજન હોય કે દવાઓ હોય તેમાં કાળા બજારીઓએ દર્દીઓનો લાભ ઉઠાવ્યો છે. તેવામાં ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે, કોઈ પણ પ્રકારના સેમ્પલ લીધા વગર RT-PCR રિપોર્ટ નેગેટિવ અને પોઝિટિવ આપવામાં આવી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ઠેકરનાથ મંદિર ખાતે હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા રાકેશ ભગવાનદાસ મીરચંદાનીને કાઢી આપ્યો હતો. પોલીસ ડમી ગ્રાહક મોકલીને ત્રાટકી હતી અને રાકેશ મીરચંદાનીને દબોચી લીધો હતો.
આ પણ વાંચો- જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો
રાજ્યની બહાર જતા પ્રવાસીઓ માટે નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ ભેજાબાજ બનાવતો હતો
ટ્રાવેલર્સનો વ્યવસાય કરતા રાકેશ મીરચંદાની રાજ્યની બહાર અન્ય રાજ્યોમાં જવાનું થતું હતું. કોરોના મહામારીને લઈ અન્ય રાજ્યમાં પ્રવાસ કરનારા પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આથી આરોપી રાકેશ મીરચંદાનીએ પોતાના લેપટોપમાં પોતાના નામનો બનાવટી નેગેટિવ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેના આધારે રાકેશ મીરચંદાની અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી આવ્યો હતો. આથી, રાજ્યની બહાર પ્રવાસ કરવા ઈચ્છુક વ્યક્તિએ અથવા મુસાફરો પાસેથી રૂપિયા મેળવી લઈ ભેજાબાજ રાકેશ મીરચંદાનીએ રિપોર્ટ નેગેટિવ અને પોઝિટિવ તૈયાર કરી આપતો હતો. 300થી 800 રૂપિયામાં રિપોર્ટ તૈયાર કરી આપતો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને રાકેશ મીરચંદાનીને દબોચી લીધો હતો. આરોપીએ કેટલા લોકોના અત્યાર સુધીમાં નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવ્યા છે એની પાસે બીજા કેટલા લોકો સંડોવણી છે તે પોલીસની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે.