- વડોદરા કોર્પોરેશનની મનમાની રીતિનીતિ
- 5 વર્ષ પહેલાં બનાવેલું જીમ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું
- જીમના સાધનો બગડી રહ્યાં છે તો સ્વિમિંગ પૂલ પણ બંધ હાલતમાં
વડોદરાઃ શહેરના કારેલીબાગ (Vadodara Karelibaug Gym) સ્થિત પાલિકાના સ્વિમિંગ પુલમાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. તેનું ઉદઘાટન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કર્યું હતું, પણ 5 વર્ષ પહેલાં બનાવેલા જીમને ( Vadodara Corporation Gym ) આજદિન સુધી પાલિકાએ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું. જેના કારણે જીમમાં મૂકેલા સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જીમના સાધનોનો વોરંટી પીરીયડ પણ પૂરો થઈ ગયો છે. સ્વિમિંગ પુલ ( VMC Swimming Pool ) પણ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી 10 દિવસ માટે બંધ કરી દેવાયો છે.
આ પણ વાંચોઃ વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ
આ પણ વાંચોઃ C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો