વડોદરા : વડોદરા શહેરમાં સરકારી આવાસો લાભાર્થીઓ દ્વારા ભાડે તેમજ વેચાણ કર્યા હોવાની ફરિયાદો કોર્પોરેશનને મળતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. કિશનવાડી વુડાના આવાસોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર વસતા 30 લોકોને નોટિસ (Vadodara Corporation Checked the Awas) પાઠવી સાંજ સુધીમાં આવાસ ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. સાથે આ પ્રકારની ગેરરીતિ આચરનાર લાભાર્થીઓ (Pradhan Mantri Awas Yojana) સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Pradhan Mantri Awas Yojana : આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ
ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા લોકોમાં સોપો - વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારી આવાસો ભાડે તેમજ વેચાણ થતા હોવાની ફરિયાદો ઉઠી આવતી હતી. જે પરિણામે આજે મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ કિશનવાડી ખાતેની ગરીબ આવાસ (Checking in Kishanwadi Wuda's awas) યોજનામાં મૂળ લાભાર્થીઓ રહે છે કે નહીં તે બાબતે ચકાસણી અર્થે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. મેયર સહિતના કાફલાએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર વસતા લોકોમાં સોપો પડી ગયો હતો. દરેક બ્લોક માંથી બે થી ત્રણ લોકો ગેરકાયદેસર વસતા મળી આવ્યા છે. જેથી તેમને સ્થળ પર જ નોટિસની બજવણી કરી સાંજ સુધીમાં આવાસો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે આ અંગે જવાબદાર લાભાર્થીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
ભાડુઆત સામે કાર્યવાહી નહી - મૂળ લાભાર્થીઓ રહેતા નથી અને મકાનો ભાડે ચડાવી રહ્યા છે. તેવી ઘણી ફરિયાદો મળી છે. જેની ખાતરી માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને સાંજ સુધીમાં આવાસ ખાલી કરવા નોટિસ (Notice on Vadodara Manpani Awas) પાઠવવામાં આવી છે. ભાડુઆત ગરીબ પરિવાર હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરી માત્ર સાંજ સુધી ઘર ખાલી કરવા જણાવ્યું છે.
ગેરરીતિના કારણે ઝૂંપડપટ્ટી યથાવત્વ - વડોદરાના મેયરે જણાવ્યું કે, ગરીબના નામે ઘર (Vadodara Pradhan Mantri Awas Yojana) મેળવી ભાડું ખાતા લાભાર્થીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરીશું. કોર્પોરેશન તથા સરકાર તરફથી ગરીબ આવાસોની ફાળવણી બાદ આ પ્રકારની અનેક ફરિયાદો અમને મળી છે. આ પ્રકારની ગેરરીતિના કારણે ઝૂંપડપટ્ટી યથાવત રહે છે. યાદી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લાભાર્થી જ તેનો ઉપયોગ કરે તે દિશામાં તંત્ર સતર્ક બન્યું છે.