વડોદરા વડોદરામાં યુપીની સરપંચ ચૂંટણીના વેરઝેરમાં તલવારો ( Vadodara Clashes Between Minority Groups ) ઝીંકાઇ હતી. શહેરના માંજલપુર વડસર રોડ ઉપર રાત્રે યુપી ખાતે સરપંચની ચૂંટણીમાં થયેલી તકરારની અદાવત રાખી બે મુસ્લિમ જૂથો વચ્ચે તલવારોથી મારામારી અને પથ્થરમારો થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. તકરાર સંદર્ભે અગાઉ પોલીસને જાણ કરી હોવા છતાં પગલાં ભરવામાં પોલીસે વિલંબ દાખવ્યો હોવાના આક્ષેપ થયા છે.
યુપી ખાતે સરપંચની ચૂંટણીના પડઘા વડોદરામાં પડતા બે મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણની ( Vadodara Clashes Between Minority Groups ) ઘટના સામે આવી છે થોડા દિવસો અગાઉ યુપી ખાતે સરપંચની ચૂંટણી યોજાઈ હતી. આ મામલામાં તકરાર થતા તેની અદાવત રાખી રિયાઝખાન ઇલિયાસખાન અને બબલુખાને ફરિયાદી તથા તેના દીકરાઓને જાનથી મારી નાખવાની સાથે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આી હતી.
કાશીબાનગર વિસ્તારમાં થઇ અથડામણ તકરારને લઇ અગાઉ પોલીસમાં અરજી આપી હોવા છતાં પોલીસે પગલા ભરવામાં વિલંબ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે શેરૂ, બબલુ , રિયાઝ સહિત 30 જેટલા લોકોનું ટોળું અચાનક કાશીબાનગર ખાતે આવેલી દુકાન ઉપર ઘસી આવ્યું હતું. અને ફરિયાદી દીકરા તથા કર્મચારીઓ ઉપર તલવારથી હુમલો કરી ( Vadodara Clashes Between Minority Groups ) પથ્થરમારો કર્યો હતો.જેમાં વાહનને પણ નુકસાન પહોંચ્યું છે.
ત્રણ વ્યક્તિને ઈજા આ હુમલામાં ( Vadodara Clashes Between Minority Groups ) ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જાહેર રસ્તા ઉપર આમનેસામને પથ્થરમારો થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી અને મોટી સંખ્યામાં લોક ટોળા ઘટનાસ્થળે ઉમટ્યાં હતાં. જે અંગેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.