વડોદરા : ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા સામુહિક દુષ્કર્મ મામલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. દેશભરમાં હાથરસની પીડિતાને ન્યાય આપવાની માગ કરવામાં આવી રહી છે. આ મામલે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં પણ વિવિધ સંગઠનો દ્વારા દેખાવો યોજવામાં આવી રહ્યો છે, ત્યારે સોમવારે વિવિધ સંગઠનો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હાથરસની પીડિતાને ન્યાય મળે તેવી માગ દરેક સંગઠનો કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહ યોજી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેર જિલ્લા પ્રકાશ બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૌન સત્યાગ્રહ યોજી વિરોધ દર્શાવ્યો હતો. કોરોના મહામારીને પગલે વડોદરા શહેરમાં 144ની કલમ લાગુ છે, ત્યારે પોલીસ દ્વારા પોલીસની હાજરીમાં જ 4થી વધુ વ્યક્તિ ભેગા થવા પર પોલીસ દ્વારા પણ કોઈપણ પગલાં ભરવામાં આવ્યા ન હતા.