ETV Bharat / city

વડોદરા ભાજપ સંગઠને 4 ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી - કોરોના દર્દીઓ માટે ફ્રી સેવા

વડોદરામાં કોરાનો બેકાબૂ થઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે શહેર ભાજપ દ્વારા શહેરના ચાર ઝોનમાં ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં સવાર-સાંજ હોમક્વોરેન્ટાઇન કોરોના પોઝિટિવ દર્દીને નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવી રહી છે. એક ઝોનમાં સરેરાશ 250થી 300 લોકોને નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવે છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી
કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી
author img

By

Published : Apr 11, 2021, 12:43 PM IST

  • વડોદરામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ
  • શહેર ભાજપ સંગઠન દ્વારા શહેરના 4 ઝોનમાં નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ
  • કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે ટિફિન

વડોદરાઃ શહેરમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાને લઇને તંત્ર પર સર્તક થયું છે. ત્યારે શહેર ભાજપે ભાજપ સ્થાપના દિનથી કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમક્વોરેન્ટાઇન થયા છે તેના માટે ટિફિન સેવા શરૂ કરી છે.

  • ભાજપ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી

વડોદરા ભાજપના સંગઠન દ્વારા શહેરના ચાર ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. સંગઠન દ્વારા સવાર-સાંજ બન્ને ટાઈમ ચાર ઝોનમાં નિમાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઘરે-ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે કોરોના મહામારીમાં ભાજપ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરાના અન્ય સમાચાર

આ પણ વાંચોઃ વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ

  • વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફુલ થઈ રહી છે. ત્યારે OSD ડૉક્ટર વિનોદ રાવે મોડી રાત્રે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં આગામી દિવસોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે એમ્બ્યુલન્સ આવે છે. વડોદરાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે.

આ પણ વાચોઃ વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બનતા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા

  • કોરોના સંક્રમણ વડોદરા શહેરમાં બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગયા છે, સ્મશાનો પણ વેઇટિંગ ચાલુ થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 11 રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ 1900થી 2000 નાગરિકો આ ટેસ્ટનો કરાવે છે.

ગુજરાતમાં કોરોના બેકાબૂ

10- APRIL: રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા

કોરોનાના આંકડાઓ ભયાજનક રીતે વધી રહ્યા છે. શનિવારના રોજ સતત બીજા દિવસે કોરોનાના 5011 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 5 હજારથી વધુ કેસ ભયજનક સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 49 કોરોના દર્દીઓના મોત થયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.