ETV Bharat / city

Vadodara becomes center of conversion! હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું - પોલીસે સંસ્થાની મુલાકાત કરી

વડોદરા શહેર જાણે ધર્માંતરણનુ કેન્દ્ર બિંદુ બન્યુ (Vadodara becomes center of conversion!) હોય તેવા એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. થોડા સમય પહેલા જ વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની ધર્માંતરણ મામલે ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હવે હિન્દુ બાળાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાની આશંકા હોવાનુ સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara becomes center of conversion! હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું

author img

By

Published : Dec 13, 2021, 9:31 PM IST

Updated : Dec 13, 2021, 9:40 PM IST

  • વડોદરા ધર્માંતરણનુ કેન્દ્ર બિંદુ બન્યુ!
  • પોલીસે સંસ્થાની મુલાકાત કરી
  • હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું

વડોદરા: શહેરના મકરપુરા રોડ પર આવેલા મિશનરીઝ ઓફ ચેરીટી ચિલન્ડ્રન હોમ ફોર ગર્લસમાં ત્રણ મહિના પહેલા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (The National Commission for Protection of Child Rights)ની એક ટીમ તપાસ અર્થે આવી પહોંચી હતી. તપાસ દરમિયાન મિશનરીઝમાં આંઠ જેટલી બાઇબલ હિન્દુ છોકરીઓના નામે ઇશ્યુ કરવામાં આવી હોવાની વિગતો કેન્દ્રની ટીમને સાપડી હતી. તેમજ સંસ્થામાં રહેતી બાળાઓને ગળામાં ક્રોસ પહેરાવવામાં આવતુ તથા ચાઇલ્ડ લેબરની કામગીરી દરમિયાન મળી આવતા બાળકોને સંસ્થામાં સોંપવામાં આવતા તે બાદનો તેમનો રિપોર્ટ પણ કેન્દ્રની ટીમને મળી આવ્યો ન હતો. આમ અનેક શંકા ઉપજાવતી બાબતો તપાસ દરિયાન સામે આવતા મિશનરીઝ ઓફ ચેરીટી ચિલન્ડ્રન હોમ ફોર ગર્લસમાં રહેતી બાળાઓનુ ધર્માંતરણ (Vadodara becomes center of conversion!) કરાવવામા આવતુ હોવાની પ્રબળ શક્યતાઓ ઉભી થઇ હતી.

બાળકોનુ ધર્માંપરિવર્તન કરવા માટે પ્રેરીત કરવાનો મુદ્દો

આ મામલે વડોદરા કલેકટરને રિપોર્ટ સોંપતા જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટી તથા અન્ય સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. જે કમિટી દ્વારા સંસ્થાની મુલાકાત લઇ તપાસ કરતા બાળકોનુ ધર્માંપરિવર્તન (Vadodara Conversion complain) કરવા માટે પ્રેરીત કરવાનો મુદ્દો તેમજ અન્ય ધર્મમાં લગ્ન કરાવવાનો મુદ્દો તથા ચાઇલ્ડ લેબર બાબતે રેડ કરતા જે બાળકો મળી આવે છે, તેનો કોઇ ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ મળી આવ્યો ન હતો. જે આધારે કમિટીના મેમ્બર અને સમાજ સુરક્ષાના અધિકારી પંકજ ત્રિવેદી દ્વારા રવિવારે રાતે મકરપુરા પોલીસ મથકે ફરીયાદ આપી છે, જે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું

પોલીસે સંસ્થાની મુલાકાત કરી

ધર્માંતરણના આક્ષેપને લઈ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી સંસ્થાની મુલાકાત લીધી હતી જ્યાં હાજર સંસ્થાના કાર્યકરોએ કંઈક આ રીતે જણાવ્યું હતું કે, ક્રીશ્ચન મીશનરી સંસ્થા દ્વારા બાળકોને ક્રોસ પહેરાવું બાઇબલ, વંચાવી અને હિન્દુ બાળાઓના ખ્રીસ્તી સમુદાયમાં લગ્ન કરાવવા તેમજ સમાજ કલ્યાણની રેડ દરમિયાન લારી-ગલ્લા પર કામ કરતા મળી આવેલ બાળકોના રજીસ્ટરમાં ક્ષતિ જણાઈ આવતા અનેક શંકા-કુશંકાઓ ઉદ્ભવી છે. હાલમાં પોલીસે સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશ ATSની ટીમ ધર્માંતરણ મુદ્દે વડોદરા આવી પહોંચી હતી. જ્યાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દેશના જુદા જુદા રાજ્યોમાં મસ્જીદો બનાવવા, તેમજ ધર્માંતરણ કરાવવા માટે ફંડીંગ પુરુ પાડતા હોવાની વિગતો સામે આવતા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Vadodara Rape Suicide Case: પોલીસ ઓએસિસ સંસ્થાના અગ્રણીઓની કરશે પૂછપરછ

આ પણ વાંચો: Rape Case in gujarat : વડોદરાના ચકચારી ગેંગરેપ-આત્મહત્યા કરવાના મામલામાં 25 દિવસ વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

Last Updated : Dec 13, 2021, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.