- અનગઢ ગામમાં હત્યાનો ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલ્યો
- નંદેસરી પોલિસે ગણતરીના કલાકોમાં દંપતીની કરી ધરપકડ
- પત્નિએ લાકડીના ફટકા મારી અને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો
વડોદરાઃ અનગઢ ગામમાં રહેતા રાજુ ગોહિલનું લગ્ન દોઢ વર્ષ પહેલા આણંદ જિલ્લાના સામરખા ગામના ભાટીયાપુરા પરાની શિવાની સાથે થયું હતું. લગ્ન પહેલા શિવાનીને પોતાના જ ગામમાં રહેતા સંજય સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ ચાલતો હતો. શિવાનીએ લગ્ન બાદ પ્રેમીને ભૂલી જવાના બદલે પિયરમાં આવ્યા પછી પણ પ્રેમી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રેમ સંબધ ચાલુ રાખ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લાના દાણીલીમડામાં ઝઘડાનો બદલો લેવા કરાઈ યુવકની હત્યા
પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજુ ગોહિલને પત્નિ શિવાનીના પ્રેમ સબંધની જાણ થતાં ચોંકી ગયો હતો. આ બનાવ અંગે ધર્મેન્દ્રકુમાર પરમારે 25 વર્ષના મિત્ર મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર(રાજપૂત)ની હત્યા અનગઢ ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલે અને તેની પત્નિ શિવાનીએ કરી હોવાની નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
સંજય પરમારને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો હતો
2 જૂનના રોજ પત્નિ શિવાનીના પ્રેમી મિલન ઉર્ફ સંજય પરમારને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો હતો. પ્રેમિકાના પતિનો ફોન જતા મિલન ઉર્ફ સંજય ગામના મિત્ર ધર્મેન્દ્રકુમાર પરમારને લઇને અનગઢ આવ્યો હતો. મિલન ઉર્ફ સંજય પ્રેમિકાના ઘરે ગયો હતો અને ધર્મેન્દ્રકુમાર પરમાર રાજુ ગોહિલના ઘર નજીક ઉભો રહ્યો હતો.
રાજુ ગોહિલે પત્નિ શિવાનીના ફોટા માંગતા મામલો બિચક્યો હતો
પ્રેમિકાના ઘરે પહોંચેલા મિલન ઉર્ફ સંજય પરમાર પાસે રાજુ ગોહિલે પત્નિ શિવાનીના ફોટા માંગતા મામલો બિચક્યો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા રાજુ ગોહિલને મિલન ઉર્ફ સંજયના માથામાં જીવલેણ લાકડીનો ફટકો મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ શિવાનીએ પ્રેમી મિલન ઉર્ફ સંજયને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર મૂકી દીધો હતો.
તબીબોએ મિલન ઉર્ફ સંજયને મૃત જાહેર કર્યો હતો
કલાકો સુધી મિલન ઉર્ફ સંજય પરત ન ફરતા રાહ જોઇને ઉભેલા તેના મિત્ર ધર્મેન્દ્રકુમાર પરમારે ફોન કર્યો હતો. તે દરમિયાન મિલન ઉર્ફ સંજય પરમાર લથડીયા ખાતો મિત્ર ધર્મેન્દ્રકુમાર જ્યાં ઉભો હતો તે જગ્યાએ આવી પહોંચ્યો હતો. મિલન ઉર્ફ સંજયની ગંભીર હાલત જોતા ધર્મેન્દ્રકુમારે 108 એમ્બ્યુલન્સ બોલાવી મિત્ર મિલન ઉર્ફ સંજયને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તબીબોએ મિલન ઉર્ફ સંજયને મૃત જાહેર કર્યો હતો
આ પણ વાંચોઃ મુંબઈમાં પરિણીતાએ પ્રેમી સાથે પતિની હત્યા કરી પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો
ધર્મેન્દ્રકુમાર પરમારે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
બનાવ અંગે ધર્મેન્દ્રકુમાર પરમારે 25 વર્ષના મિત્ર મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર(રાજપૂત)ની હત્યા અનગઢ ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલે અને તેની પત્નિ શિવાનીએ કરી હોવાની નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.