- વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
- વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- કોરોનાને કારણે આ વખતે 1 વર્ષ બાદ યોજાઈ બેઠકવડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
વડોદરા: એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક દર 6 મહિને યોજાતી હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વખતે જૂન મહિનાની બેઠક મળી ન હતી. જે હવે એક વર્ષ બાદ કોરોનાની ગાઈડ લાઈન મુજબ એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયેલી સલાહકાર સમિતિની બેઠકમાં સમિતિનાં સભ્યો સહિત વેપારી એસોસીએશનનાં પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડોદરા એરપોર્ટથી અન્ય સ્થળોએ ફ્લાઈટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
![વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-03-airportsalahkar-bethak-avb-gj10042_18122020192912_1812f_1608299952_1092.jpg)
પ્રવાસીઓની મુશ્કેલી અંગે કરવામાં આવી ચર્ચા
આ બેઠકમાં એરપોર્ટ પર આવત- જતા પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વડોદરાથી અન્ય સ્થળોએ ફલાઈટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ સર્કલ પર થતા ટ્રાફિક નિવારણ માટે ફલાય ઓવર બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. વડોદરામાં કોરોનાની મહામારીને પગલે લેવામાં આવતી તકેદારી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ માટે ટ્રાન્સપોર્ટેશન માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા એરપોર્ટમાં જરૂરી સુવિધા તેમજ કામગીરી અંગે વડોદરા એરપોર્ટનાં નિયામક ટી.કે. ગુપ્તાએ વધુ માહિતી આપી હતી. તેમજ રંજનબેન ભટ્ટે પણ આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે વધુ માહિતી આપી હતી.