- શહેરની કુખ્યાત બિંછુ ગેંગના આરોપીઓ પકડાયા
- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી લીધા
- 4 આરોપીઓ હજૂ પણ ફરાર
વડોદરા : શહેરની કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા સૂત્રધાર અસલમ બોડીયા સહિત આંકડો 22 પર પહોંચ્યો હતો. જો કે, હજૂ પણ ચાર કુખ્યાત આરોપીઓ પોલીસની નજર ચૂકવીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
શહેરનો કુખ્યાત ગૂનેગાર
બે દાયકાથી શહેરમાં હાહાકાર મચાવનાર કુખ્યાત બિચ્છુ ગેંગ ઉપર ત્રાટકેલી ક્રાઈમ બ્રાંચે ખૂંખાર મનાતા અસલમ બોડીયાને જેલના સળીયા ગણતો કરી દીધો હતો. ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ મુજબ અસલમ સહિત તેના 26 સાગરીતો ઉપર પ્રથમવાર ગુનો નોંધાયો હતો.લાંબા અરસા સુધી પોલીસની નજરથી બચીને હંફાવવા માટે આરોપીઓ નાસતા ભાગતા રહ્યા, પરંતુ અસલમ બોડીયા સહિત 20 આરોપીને ક્રાઈમ બ્રાંચે દબોચીને બિચ્છુ ગેંગના સામ્રાજયને વેરવિખેર કરી નાખ્યું હતું.
આ પણ વાંચો : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના વધુ 3 આરોપી ઝડપ્યા, અસલમ બોડિયાને પકડવા 4 ટીમ બનાવાઇ
ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી વોચ
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા અજરૂદીન ઉર્ફે અજુ ઈસ્માઈલ ઉર્ફે અલ્લ શેખ લાલ અખાડા યાકુતપુરા અને ઈરફાન ઉર્ફે ખન્ના નબીભાઈ શેખ અબ્દુલ શા બાપુની ચાલ હજરત એપાર્ટમેન્ટ સામે યાકુતપુરા મજીદ પાસે આવવાના હોવાથી બાતમી આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી હતી. જેમાં બન્ને કુખ્યાત આરોપીઓ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયા હતા. બિચ્છુ ગેંગના આરોપીઓની ધરપકડનો આંકડો 22 પર પહોંચ્યો હતો. જો કે, ગેંગના હજૂ ચાર આરોપી ભુગર્ભમાં ઉતરી ગયા છે. બન્ને રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાંચના એસીપી ડી. એસ. ચૌહાણે અદાલતમાં રજૂ કર્યા હતા. સરકારી વકીલ રઘુવીર પંડયાએ ધારદાર દલીલ કરતા તીસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ અધિકારીના સચોટ સોગંદનામા અને સરકારી વકીલની દલીલને ન્યાયાધીશે ધ્યાને લેતા 15 માર્ચ, 2021 સુધી રિમાન્ડ મંજૂર કરીને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોંપતા વધુ તપાસનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો : વડોદરા શહેર અને જિલ્લામાં ચોરીના 1000થી વધુ ગુના ડિટેકટ કરનારા ASIનું નિધન