ETV Bharat / city

વડોદરા વઢવાણા તળાવ ખાતે વનવિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી

author img

By

Published : Jan 3, 2021, 10:04 AM IST

વડોદરાથી ગણતરીના સમયમા ડભોઈ પાસે આવેલા વઢવાણા તળાવ ખાતે વન વિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી હતી.જેમાં સવાર - સાંજ બે સેશનમાં પક્ષી ગણતરી વન વિભાગના અધિકારી,નિવૃત્ત અધિકારી સહિત સ્વૈચ્છિક સંસ્થાના 130 જેટલા સ્વયં સેવકો જોડાયા હતા.આ પક્ષી ગણતરીમા આંકડા વન્ય પ્રાણી વિભાગ વડોદરા દ્વારા જાહેર કરવામાં આવશે.

વડોદરા વઢવાણા તળાવ
વડોદરા વઢવાણા તળાવ
  • વડોદરા વઢવાણા તળાવમાં બે સેશનમાં પક્ષી ગણતરી કરાઈ
  • વનવિભાગના અધિકારી,નિવૃત અધિકારી સહિત સંસ્થાના 130 સ્વયં સેવકો જોડાયા
  • વઢવાણા તળાવમાં લાખો યાયાવાર પક્ષીઓનો મેળાવડો
    વડોદરા વઢવાણા તળાવ ખાતે વનવિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી

વડોદરા :યુરોપિય દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં વડોદરાના વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે.ઉપરાંત પક્ષીઓની ગણતરીથી કુદરતને સમજવામાં પણ ઘણી મદદ મળે છે.વડોદરાના ડભોઈ તાલુકામાં અને વડોદરાથી 40 કિ.મી. દૂર આવેલ વઢવાણા તળાવનો માહિતી આપતા નાયબ વન સંરક્ષક બી.આર.વાઘેલા જણાવ્યુ હતુ કે, વર્ષ 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતું.આ તળાવનો બંધ -પાળો 13 કિમી લાંબો છે અને 50 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.

પ્રથમ સ્ટેશનમાં 40,000 બીજામાં 30,000 થી વધુ પક્ષીઓ નોંધાયા હોવાનો અંદાજ

વડોદરા વઢવાણા તળાવમાં બે સેશનમાં પક્ષી ગણતરી કરાઈ

તાજેતરમાં વઢવાણા તળાવમાં કાયમી માટે પાણી ભરાયેલ રહે તે માટે નર્મદા કેનાલ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે.યાયાવર પક્ષીઓના આવાગમનમાં વાતાવરણની મહત્વની ભૂમિકા રહેલી હોય છે.ભારતનો શિયાળો યુરોપિય દેશની સરખામણીમાં ઘણો હુંફાળો હોય છે.એટલે ખાસ યુરોપિય દેશો, કજાકિસ્તાનથી યાયાવર પક્ષીઓ અહિં શિયાળો ગાળવા આવે છે.આપણે અહિયા માઈનસ ડિગ્રીમાં તાપમાન જતું નથી.આમ અહીંનું વાતાવરણ યાયાવર પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે.

પક્ષી ગણતરી પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ

વઢવાણા તળાવમાં લાખો યાયાવાર પક્ષીઓનો મેળાવડો

યાયાવર પક્ષીઓના આગમનનો સમય સુનિશ્ચિત હોય છે.તે ક્યારેય સમય ચૂકતા નથી.પણ ક્યારેક વાતાવરણમાં પલટો,ધ્વનિ પ્રદૂષણ,યુદ્ધની સ્થિતિ વગેરે જેવા સંજોગોમાં તેમના આગમનમાં અનિશ્ચિતતા જોવા મળે છે.પક્ષી ગણતરી પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ બને છે.પક્ષીઓની વસ્તી ગણતરી માટે 950 એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને 13 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.શક્ય તેટલા ચોક્કસ પક્ષીઓની ગણનાના આંકડા મેળવવા માટે તળાવમાં આ 13 ઝોનની સીમા નિર્ધારણ માટે ઝંડી લગાવવામાં આવી છે.

બીજા સેશનમાં અંદાજે 30,000 હજાર જેટલા પક્ષીઓની ગણતરી

આ 29 મી પક્ષી ગણનામાં વન વિભાગના અધિકારી , નિવૃત્ત અધિકારી ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના 130 સ્વયં સેવકો,બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સ્વયં સેવકોના સહયોગથી કરવામાં આવી હતી.તેઓ બાઈનોક્લયર ( દૂરબીન ) જેવા સાધનો અને પોતાની આગવી સૂઝબૂઝ અને નિરિક્ષણના આધારે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે.આ પક્ષી ગણતરી બે સેશનમા કરવામાં આવી હતી.જેના પ્રથમ સેશનમા 40,000 હજાર જેટલા યાયાવર પક્ષીઓની ગણતરી થઈ હતી. જ્યારે બીજા સેશનમાં અંદાજે 30,000 હજાર જેટલા પક્ષીઓની ગણતરી થશે.જેથી આ વર્ષે પોણો લાખ પક્ષીઓનો મેળાવળો વઢવાણા ખાતે જોવા મળશે.ગાજહંસ,રાજહંસ જેવા 150 થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.