ETV Bharat / city

UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો

author img

By

Published : May 30, 2022, 9:19 PM IST

યુપીએસસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું અને ઓફિસર જોબ લેવી એની પાછળ વર્ષોના વર્ષોની મહેનત અને અનેક પડકારોને સામનો કરવાની સંઘર્ષગાથા સમાયેલી હોય છે. આજે જાહેર થયેલા યુપીએસસી 2021 પરિણામ (UPSC 2021 results ) માં કચ્છના વિગડીયા ગામનો યુવાન ઉતીર્ણ થયો છે ત્યારે આવો જાણીએ યુપીએસસી પાસ આઉટ (Interview of UPSC Pass Out Jayveer Gadhvi ) જયવીર ગઢવી વિશે.

UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો
UPSC 2021 results : ગુજરાતનો યુવાન ઉત્તીર્ણ, કચ્છના નાનકડા ગામના ફેરી કરતાં પિતાના પુત્રની હરણફાળ જાણો

વડોદરા: UPSCનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસી 2021 પરિણામ (UPSC 2021 results ) માં શ્રૃતિ શર્માને(Shruti Sharma tops UPSC ) પ્રથમ રેન્ક મળ્યો છે. ત્યારે ગુજરાતના કાચનો યુવાન પણ ઉતીર્ણ થયો છે. કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીએ (Interview of UPSC Pass Out Jayveer Gadhvi ) GPSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા બાદ હવે UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે. જયવીરે 25 વર્ષની ઉંમરે 341નો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. ગઢવીની આઈએએસ બનવાની ઈચ્છા છે.

કચ્છના માંડવી તાલુકાના વિગડીયા ગામના છે જયવીર ગઢવી

આ પહેલાં જીપીએસસીમાં મેળવી હતી મોટી સફળતા - માંડવી તાલુકાના વિંગડિયા ગામના વતની જયવીરદાન ગઢવીએ સમગ્ર રાજ્યમાં GPSCમાં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ હતું. 530 માર્કસ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવેલા જયવીર નાયબ કલેકટર બનવાની ઈચ્છા હતી. સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરવાની ઈચ્છા (Interview of UPSC Pass Out Jayveer Gadhvi ) પણ દર્શાવી હતી. હાલમાં જયવીર ગઢવી વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચોઃ શિક્ષકો દ્વારા તેણીને સૌથી વધુ મદદ મળી, UPSC ટોપર શ્રુતિ શર્મા સાથે ખાસ વાતચીત

જયવીર ગઢવીની સફર- ધો.1થી 5 સુધીનો અભ્યાસ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાંથી કર્યા પછી તેમણે ધો.6થી 10નો અભ્યાસ કચ્છની નવોદય વિદ્યાલયમાં કર્યો હતો. તેમણે ધો.11 અને 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. જેમાં બહુ સારા ગુણ આવવાથી તેમને સુરતની NITમાં એડમિશન લીધું. એનઆઈટીમાંથી તેણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. NITમાં અભ્યાસ દરમિયાન જયવીરનું અમેરિકાની એક કંપનીમાં પ્લેસમેન્ટ થઈ ગયું હતું. આ કંપનીમાં તેમણે જયપુર ખાતે 10 મહિના સુધી જ જોબ કરી. જયવીર (Interview of UPSC Pass Out Jayveer Gadhvi ) કહે છે કે, પ્રાઈવેટ જોબ દરમિયાન તેને લાગ્યું કે, આખો દિવસ કમ્પ્યુટર સામે બેસવું એ મારો હેતુ નથી. મારે દેશની (UPSC 2021 results ) સેવા માટે કાંઇક કરવું છે જેનાથી મને સંતોષ થાય અને અસરકારક રિઝલ્ટ પણ મળે.

જયવીર ગઢવી હાલમાં વડોદરામાં ડેપ્યૂટી કલેકટર છે

આ પણ વાંચો- UPSC 2021 results: સિવિલ સર્વિસ પરીક્ષામાં મહિલાઓએ માર્યુ મેદાન, ત્રણેય ટોપર મહિલાઓ

આ કારણે સિવિલ સર્વિસ પસંદ કરી-જયવીર ગઢવીએ (Interview of UPSC Pass Out Jayveer Gadhvi ) જણાવ્યું કે મારે દેશ માટે કાંઇ કરવું છે તેવું જ વિચારીને હું આ ફિલ્ડમાં આવ્યો છું. મારા જીવનમાં એવા ઘણાં બનાવ બન્યા છે જે બાદ હું સિવિલ સર્વિસ કરવા માટે મોટિવેટ થયો હતો. કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે આ સાથે મારી શાળાના શિક્ષકોએ પણ મને મોટિવેટ કર્યો હતો. મારા પપ્પા પાસે ઓટો હતી જેના પર તે ફેરી કરતા હતાં. ગામડાંમાં જે સામાન્ય લોકોની પરિસ્થિતિ હોય તેવી જ અમારી પણ હતી. મારી મહેનતનું મને પરિણામ મળ્યું હોય તેવું મને લાગે છે. કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે લોકો નવી દિલ્હી છોડીને ભાગી રહ્યા હતાં. ત્યારે પણ જયવીર તેના રૂમમાં જ રોકાયો હતો અને માત્ર કોચિંગ અને વાંચન પર ધ્યાન આપ્યું હતું. જેના કારણે તેઓ આ પદ સુધી પહોંચી શક્યા છે. યુપીએસસીની પરીક્ષા (UPSC 2021 results ) તેમણે બીજા પ્રયાસે પાસ કરી છે અને તેમનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.