- બગલામુખી આશ્રમના પાખંડી સામે દુષ્કર્મ કેસનો મામલો
- યુવતીને ધાક-ધમકી આપી ગુરુની સેવામાં મોકલનારી બે સેવિકા પોલીસ પકડથી દૂર
- આશ્રમમાં વેકેશનગાળા દરમિયાન સેવા માટે રાખી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની નોધાઈ હતી ફરિયાદ
વડોદરાઃ મંદિરમાં આવતા ભક્તોને હવન કરાવી તેમની પીડા અને વિધ્નો દૂર કરવા માટે તંત્ર મંત્ર સાથે યંત્રો બનાવી આપવાના નામે રૂપિયા ખંખેરી લેનારા પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે એક પરિણીત શિષ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરાઇ હતી. આ ઉપરાંત 5 વર્ષ પહેલાં પણ ઠગ પ્રશાંતે એક વિદ્યાર્થીનીને આશ્રમમાં વેકેશનગાળા દરમિયાન સેવા માટે રાખી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ પીડિતાએ નોંધાવી હતી.
પોલીસે એક શિષ્યાની કરી છે ધરપકડ
ભોગ બનનારી વિદ્યાર્થિનીએ પાખંડી ગુરુની ત્રણ શિષ્યાએ તેને ધાકધમકી આપી પ્રશાંતની સેવા માટે મોકલી હોવાનો અને તે દરમિયાન પ્રશાંતે શક્તિનું સ્થાપન કરવાના નામે ગોળી ખવડાવી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ગુનામાં પ્રશાંતની નજીકની શિષ્યા દિશા ઉર્ફે જોન સચવાણીની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી છે. જ્યારે બે વોન્ટેડ શિષ્યા પૈકી દિક્ષા જસવાની ઉર્ફે દીદીમા ઓક્ટોબર મહિનામાં દુબઇ ચાલી ગઇ હોવાની વિગતો બહાર આવી છે. આજ રીતે ગુજરાતી ફિલ્મની કલાકાર ઉન્નતિ જોષીનો પણ હજી પત્તો લાગ્યો નથી.