ETV Bharat / city

વડોદરાના ખાસવાડી સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા - PPR Kit

કોરોનાના કાળદૈત્ય સમા ખપ્પરમાં નિર્દોષ દર્દીઓના મોતનો આંકડો સરકારી તંત્ર ભલે છુપાવે છે. પરંતુ, સ્મશાનમાં મૃતદેહો અને ચિત્તાઓની રાખના ઢગલા તંત્રના હળહળતા જુઠ્ઠાણાને ઉઘાડું પાડતું હોય તેમ લાશો સાથે રાખના ઢગલા પણ ખડકાવા માંડ્યા છે.

સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા
સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા
author img

By

Published : Apr 18, 2021, 2:13 PM IST

  • વડોદરામાં કોરોનાના કારણે પણ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા
  • હોસ્પિટલમાં થતા મરણના ખોટા આંકડા જ જાહેર કરાય છે
  • સ્મશાનમાં રહેલા અસ્થિ તેમજ રાખ વહેલી તકે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની માંગણી

વડોદરા : જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાના કારણે પણ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ સરકારી તંત્રએ ખાનગી હોસ્પિટલોની સારવારની આડમાં ઉઘાડી લૂંટનો જાણે પરવાનો આપી દીધો હોય તેમ દર્દીઓની સારવારના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા છે.

સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા

અર્ધ બળેલા મૃતદેહોનો નિકાલ કરીને નવી ચિત્તા ઉભી કરાતા રાખના ઢગલે ઢગલા થયા

દર્દી સાજો થાય તો ઠીક છે. નહિતર યેનકેન પ્રકારના બહાના દાખવીને દર્દીનો મૃતદેહ PPE કીટમાં પેક કરીને સુપ્રત કરી દે છે. સરકારી તંત્ર સરકારી હોસ્પિટલમાં થતા મરણના ખોટા આંકડા જ જાહેર કરીને જનતાને ઉલ્લુ બનાવે છે. કોરોનાના દર્દીનું મૃત્યુ ભલે ગમે તે હોસ્પિટલમાં થાય પરંતુ મૃતદેહ અવ્વલ મંઝિલ સ્મશાનમાં જ આવે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે, તંત્ર સાચા આંકડાની કેવી માયાજાળ રચીને ગુમરાહ કરે છે. સ્મશાનોમાં ચિત્તા ઠરતી નથી તે પૂર્વે ગોઠવાઈ જાય છે. જેના કારણે અર્ધ બળેલા મૃતદેહોનો નિકાલ કરીને તુરંત નવી ચિત્તા ઉભી કરાતા રાખના ઢગલે ઢગલા થઈ ગયા છે.

આ પણ વાંચો : યાત્રાધામ દ્વારકામાં સ્મશાન પાછળ રહેતા લોકોના ઘરમાં આવે છે અગ્નિસંસ્કારની રાખ

સ્માર્ટ સિટી વડોદરામાં અસંખ્ય સ્મશાન આવેલા

સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી વડોદરામાં અસંખ્ય સ્મશાન આવેલા છે. જેમાં સૌથી મોટું ખાસવાડી સ્મશાન છે. કોરોના સંક્રમણ વાયરસના કારણે કેટલાય સ્વજનોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને ખાસવાડી સ્મશાન ખાતે અગ્નિદાહ આપ્યો છે. અગ્નિદાહ આપ્યા પછી સ્વજનો પોતાના મૃતકની અસ્થિ લઈ જાય છે. જ્યારે અન્ય અસ્થિ અને રાખ સ્મશાનમા રાખતા હોય છે.

સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા
સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા

આ પણ વાંચો : મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી

PPE કીટ પણ અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલી હોય

સ્મશાનની આ રાખ અને અસ્થિઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવો જોઈએ. પરંતુ વડોદરા મહાનગર પાલિકા પોતાની જવાબદારી નિભાવી શકતા નથી. બીજી બાજુ કોરોના સંક્રમિત થયેલા સ્વજનો તેમજ સાથે આવનાર ટીમ દ્વારા કોરોના કીટ પહેરીને આવે છે. તે તમામ કીટો પણ અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલી હોય છે. આનાથી સાબિત થાય છે કે, વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ નિષ્ફળ શાસનનો ચિતાર દર્શાવે છે.

સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા
સ્મશાનમાં અસ્થિઓ અને રાખના ઢગલા

અસ્થિ તેમજ રાખ વહેલી તકે યોગ્ય જગ્યાએ નિકાલ કરાય તેવી માંગ

લાખો કરોડોનો પગાર લઈ AC કેબિનમાં બેસી રહેતા અધિકારીઓ અને રાજકારણીઓને હવે સ્મશાનમાં દરરોજ જઈને જોવું પડશે. નાગરિકોની લાગણીઓ દુભાઈ છે તેને ધ્યાનમાં રાખી સ્મશાનમાં રહેલા અસ્થિ તેમજ રાખ વહેલી તકે યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.