ETV Bharat / city

વડોદરામાં મહિલા બાઈકર્સ ગ્રૂપ દ્વારા બાઈક ચલાવવાના શોખનું સમાજ સેવામાં પરિવર્તન - women bikers group

વડોદરામાં એકમાત્ર મહિલા બાઈકર્સ ગ્રૂપ વિંગ્સ એન્ડ વ્હીલ્સ દ્વારા 1 વર્ષથી બાઈક ચલાવવાના શોખને સમાજ સેવા સાથે સાંકળીને મહિલાઓને મફત બાઈક શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત સ્લમ મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે.

મહિલા બાઈકર્સ ગ્રુપ
મહિલા બાઈકર્સ ગ્રુપ
author img

By

Published : Mar 8, 2021, 10:44 AM IST

Updated : Mar 8, 2021, 3:26 PM IST

  • મહિલા બાઈકર્સ ગ્રૃપ વિંગ્સ એન્ડ વ્હીલ્સ દ્વારા અનોખી સમાજ સેવા
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટિ અને હેરીટેજ ટુરિઝમ માટે ગાઈડ તૈયાર કરશે
  • SHE TEAM દ્વારા 250 મહિલા પોલીસને બાઈક શીખવાડવાનું આહવાન

વડોદરા: મહિલા બાઈકર્સ ગ્રૂપ વિંગ્સ એન્ડ વ્હીલ્સ દ્વારા 1 વર્ષથી બાઈક ચલાવવાના શોખને સમાજ સેવા સાથે સાંકળીને શહેરની મહિલાઓને મફત બાઈક શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત સ્લમ મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તાર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પર્યટન સ્થળ પર મહિલા ટુરિસ્ટ ગાઇડ વિથ બાઇકના કોન્સેપ્ટ સાથે 500 મહિલાઓને બાઈક શીખવાડવામાં આવશે.

250 પોલીસને બાઈક શીખવવા આહવાન

SHE TEAM દ્વારા મહિલાઓને બાઈક ખરીદવા માટે આર્થિક મદદ કરવામાં આવશે. 18થી 42 વર્ષના 15 સભ્યોના ગ્રૂપ દ્વારા ટ્રાફિક ACP અનિતા વાનાણીને 3 દિવસમાં બુલેટ શીખવાડવામાં આવ્યું હતું. સાથે જ 'SHE TEAM' દ્વારા 250 પોલીસને બાઈક શીખવવા આહવાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

ઘરની જવાબદારી સાથે શોખ અને સમાજ સેવા

SHE TEAMના હિતેશ્રી સેનગુપ્તા(સાઇકોલોજિસ્ટ)એ જણાવ્યું હતું કે, તેઓ 2 સંતાનની માતા અને બિઝનેસ વુમન છે. ઘરની જવાબદારી સાથે બાઈકનો શોખ પૂરો કરે છે તેમજ સમાજ સેવા કરે છે.

બાઇકમાં ખામી સર્જાઈ તો જાતે જ રિપેરીંગ કામ

TEAMના અન્ય સભ્ય રીયા પટેલએ જણાવ્યું હતું કે, અમે નાઇટ રાઇડ પણ કરીએ છીએ. બાઈક ખામી સર્જાઈ તો જાતે રિપેર કરીએ છીએ. આ કામથી કેટલીક વખત કેરેક્ટર સર્ટિફિકેટ મફતમાં મળે છે.

Last Updated : Mar 8, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.