વડોદરા શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ પ્રીતમનગર સોસાયટીમાં (Gambling case in Gujarat) ઘરમાં જુગાર રમતા 8 વેપારીઓ પર PCB દ્વારા રેડ કરી ધરપકડ કરવામાં આવી છે. PCBએ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ ચાલુ હોવાથી જુવાર પ્રેમીઓ ભારે મોજ માણતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તહેવાર બાજુ પર મુકી આખું વર્ષે જુગાર ઉત્સવ ચાલતો હોય છે, ત્યારે વડોદરા PCBએ જુગાર રમતા 8 જેટલા વેપારીને અટકાયત કરતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો bulldozer razes in Surat : સજ્જુનો ભાઈ આરીફ પોલીસની ઝપટે ચડ્યો, શું થયું જાણો
મિશન ક્લીન વડોદરા અંતર્ગત કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા 'મિશન ક્લિન વડોદરા' (Mission Clean Vadodara) ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત PCB ના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા ઇન્દ્રપુરી સામે આવેલા પ્રીતમ નગરમાં રહેતા પ્રફીપ ઉર્ફે મુકેશ બંસીલાલ શાહના ઘરે તેના તિલકવાળા તથા નસવાડી ખાતે રહેતા મિત્રો ભેગા થયેલા છે. તેમજ મકાનના બીજા માળે પેન્ટ હાઉસમાં પત્તા પાના રૂપિયા વડે તીન પત્તીનો જુગાર રમી રમી (teen patti case) રહ્યા છે. જેથી બાતમીના આધારે 8 શખ્સોને કુલ રૂપિયા 9,24,600નો મુદ્દામાલ જપ્ત કરી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો સુરતનાં આંબોલી ગામેથી ઓનલાઈન જુગારધામ ઝડપાયું, LCBએ લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ વડોદરા શહેર PCB બાતમીના આધારે ચોક્કસ રેડ (Gambling in Gujarat) કરતાં આઠ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કુલ રોકડ રૂપિયા 5,19,600, મોબાઈલ ફોન, એક એક્ટિવા, એક ફોરવીલ કાર મળી કુલ કિંમત રૂપિયા 9,24,600નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં PI જે જે પટેલ, PSI જે બી ત્રિવેદી, ASI હરિભાઈ, અરવિંદભાઈ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને (Crime cases in Gujarat) ડામવા ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.