વડોદરા- શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે જેમાં એક યુવાન અને બાળકીને અડફેટે લીધાં હતાં. ગઈકાલ રાત્રે અલકાપુરી જેતલપુર બ્રિજ નીચે યુવાન હિરેન પરમાર નામનો યુવાન એક્ટિવા લઈ જતો હતો. દરમ્યાન ગાય દોડીને આવી અડફેટે (Torture of stray cattle in Vadodara) લીધો હતો. યુવાનને મોઢાના ભાગે 10 થી 12 ટાંકા આવ્યાં હતાં.તો કોયલીમાં એક બાળકી ગાયને અડફેટે ઇજાગ્રસ્ત થઇ હતી.
ગંભીર ઇજાઓના કારણે દવાખાને દાખલ-ગાયે અડફેટે લેતાં હીરેન કઈ સમજે તે પહેલાં જ નીચે પટકાયો હતો. તેને મોઢા, કપાળ તેમજ હાથ પગના ભાગે ઈજાઓ પહોચી હતી. ગંભીર ઇજાઓના પગલે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી મોઢાના ભાગે 10 થી 12 ટાંકા આવ્યા હતા. વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ગાયે અડફેટે લેવાનો આ ત્રીજો (Torture of stray cattle in Vadodara) બનાવ છે ત્યારે રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
સત્તાવાળાના બધા વાયદા પોકળ- ઉલ્લેખનીય બાબત એ છે કે, વડોદરાના મેયર કેયૂર રોકડિયા (Vadodara Mayor Keyu Rokdiya) રસ્તા ઉપર રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયા છે. તેની સામે વડોદરામાં દિન-પ્રતિદિન રસ્તે રઝળતી ગાયોના કારણે લોકો ભોગ (Torture of stray cattle in Vadodara) બની રહ્યા છે.
તંત્ર સામે લોકોનો રોષ - તાજેતરમાં વાઘોડિયા રોડ ઉપર એક યુવાનને ગાયે અડફેટમાં લેતા તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ એક યુવાનને પોતાના ખભા ઉપર થયેલી ઈજાના કારણે ઓપરેશન કરાવવાનો વખત આવ્યો છે. આ ઘટનાને બે દિવસ થાયા છે ત્યાં તો ફરી ગતરાત્રે આ પ્રકારની ઘટના સામે આવી છે. રસ્તા ઉપર રઝળતી ગાયોના ત્રાસ અંગે સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશન સામે પણ ભારે રોષ (Torture of stray cattle in Vadodara) ઠાલવવામાં આવ્યો હતો.
9 વર્ષની બાળકીને ઇજા - આવા એક અન્ય બનાવમાં કોયલી ગામ પાસે ગાયના અડફેટે આવતા 9 વર્ષની બાળકીને ઇજા પહોંચી હતી. ગામડેથી પરત ફરી ઘેર આવતાં પરિવાર વેળાએ થયો અકસ્માત થયો હતો. બાળકીને વધુ પ્રમાણમાં ઇજા થતાં તરત ખાનગી હોસ્પિટલમાં કરવામાં એડમિટ કરવામાં આવી છે. બાળકીને આંખના ભાગે ઇજા પહોંચતા 6 થી 7 ટાંકા લેવામાં આવ્યાં હતાં. શહેરમાં આવો ગાયના અડફેટે (Torture of stray cattle in Vadodara) ચડવાનો બનાવ વારંવાર બની રહ્યાં છે.