ETV Bharat / city

વડોદરાના બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3ના મોત - વડોદરાનાસમાચાર

વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાં 3 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરૂષો સામેલ છે. તમામ મૃતકો મજૂરો હતા. સમગ્ર ઘટનાની જાણકારી મળતા જ પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

vadodara
વડોદરાના બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી
author img

By

Published : Sep 29, 2020, 1:27 PM IST

વડોદરા : શહેરના બાવામાનપુરા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક મહિલા અને 2 પુરુષો સહિત 3 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 18 વર્ષના યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે.

વડોદરાના બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી

આ પણ વાંચો : મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 41 લોકોના મોત

એવી પણ માહિતી મળી રહી છે કે, હજુ એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલો છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ ઈમારત પહેલેથી એક બાજુ નમેલી હતી. લોકોએ તેની ફરિયાદ પણ કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ તે મોટો પ્રશ્ન છે. જેને લઈ ઈમારત ધરાશાયી થવાથી 3 મજૂરોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : રાયગઢ મકાન દુ્ર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, જાણો ઓગસ્ટમાં ગુજરાતમાં આટલા મકાન ઘરાશાયી થયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.