ETV Bharat / city

વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGએ આપ્યું નિવેદન, કહ્યું- "કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે" - વડોદરા રેપ કેસ મામલો

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં રેપ કેસ (vadodara rape suicide case) મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા ઓફિસરની ટીમો તપાસમાં જોડાઇ હતી

આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે: વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGનુ નિવેદન

author img

By

Published : Nov 15, 2021, 9:07 PM IST

Updated : Nov 16, 2021, 10:48 AM IST

  • વડોદરા રેપ કેસ મામલો: રેલ્વેના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીનુ નિવેદન
  • આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે
  • ઘટના ક્રમ અને તમમ સાક્ષી-આરોપીની સંભાવના મુદ્દે સેકસ ઓફેન્ડરની તપાસ

વડોદરા: ગત મહિને ગેંગ રેપની ઘટના ઘટી હતી. ઘટનાનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત ક્વિનમાં જીવન ટુંકાવી દેતા (vadodara rape suicide case) શરૂ થયેલી તપાસમાં સમગ્ર વિગત સામે આવી હતી. ગતરોજ રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેક્સીન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે 400થી વધુ CCTV ફૂટેજીસની ચકાસણી કરી લેવામાં આવી છે અને પોલીસની 25 જેટલી ટીમો કામ કરી રહી છે.

આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે: વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGનુ નિવેદન

વડોદરાના પોલીસ કમિશ્નર પણ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા

આ મામલે રેલવે પોલીસ, વડોદરા પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ તપાસમાં જોડાઇ છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch )ની મહિલા ઓફિસરની ટીમ તપાસ અર્થે વડોદરા આવી પહોંચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા જે એન.જી.ઓમાં કામ કરતી હતી, ત્યાં કામ કરતા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સુત્રના જણાવ્યા પ્રમાણે, પોલીસે તમામ પુરાવાઓની તપાસ બાદ 2 શકમંદોની અટકાયત કરી છે અને હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. ગતરોજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંગ પણ મોડી રાત્રે વેક્સીનની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે

આવતી કાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરા (gujarat cm in vadodara)ની મુલાકાતે આવશે. તે પહેલા ચકચારી દુષ્કર્મ મામલે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અગાઉ વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં નાસતા ફરતા આરોપી અશોક જૈન અને સમગ્ર મામલે શંકાસ્પદ ભુમિકા ભજવાનારા બુટલેગર અલ્પુ સિંધીને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મુલાકાત પહેલા પકડી પાડવામાં આવ્યા હતા. જેને લઇને આવનારા 24 કલાકમાં વેક્સીન ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌ કોઇની નજર છે.

આ પણ વાંચો: ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો

Last Updated : Nov 16, 2021, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.